ભરૂચના પુષ્પબાગની દીવાલ નમી જતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ ના બળેલી ખો નજીક આવેલ પુષ્પા બાગ ની પ્રોટેક્શન દીવાલ છેલ્લા ઘણા સમય થી જર્જરિત અને વરસાદી પાણી ના કારણે નમી જતા નજીક થી પસાર થતા લોકો માં ભય નો માહોલ ઉભો થવા પામ્યો છે.વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતા સ્થાનિકો એ આજે પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.
ભરૂચ નગર પાલિકા પ્રિમોન્સૂન કામગીરી અંતગર્ત શહેર ની જર્જરિત ઈમારત તથા મકાનો ને ઉતારી લેવા નોટિસ આપે છે.પરંતુ ભરૂચ નગર પાલિકા સંચાલિત બળેલી ખો વિસ્તાર માં આવેલ પુષ્પા બાગ ની પ્રોટેકેશન દીવાલ છેલ્લા ઘણા સમય થી જર્જરિત હોવાના કારણે સ્થાનિક રહીશો ભય ના ઓઠા હેઠળ જીવી રહ્યા છે.ત્યારે છેલ્લા બે ત્રણ દિવસ થી વરસતા વરસાદ ને કારણે પુષ્પા બાગ ની દીવાલ માં વરસાદી પાણી ઉતરવાના કારણે દીવાલ માં તિરાડો પડવા સાથે સમગ્ર દીવાલ નો કેટલોક હિસ્સો નમી જતા સ્થાનિક રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે.ત્યારે નમી ગયેલી દીવાલ ગમે ત્યારે ધસી પડે તેવી દહેશત ના પગલે સ્થાનિક રહીશો એ દીવાલ ઉતારી લેવા માટે ભરૂચ નગર પાલિકા ને વારંવાર રજૂઆત કરી છે.તેમ છતાં ભરૂચ નગર પાલિકા ના પેટુ પાણી ન હલયું. નજીક થી પસાર થતા રાહદારીઓ ઉપર દીવાલ ન ધસી પડે અને નિર્દોષોનો ભોગ ન લેવાય તે માટે ભરૂચ નગર પાલિકા જર્જરિત પ્રોટેક્શન દીવાલ વહેલી તકે ઉતારી લે તેવી માંગણી સાથે તંત્ર ને જગાડવા માટે આજે રહીશો એ સ્થળ ઉપર પોતાનો રોષ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર અહેવાલ બાદ ભરૂચ નગર પાલિકા આ જર્જરિત દીવાલ ને હિસ્સો ઉતારી લે છે કે પછી કોઈ હોનારત સર્જાય તેની રાહ જોઈ રહી છે તે આવનાર સમય માં જોવું રહ્યું.*