ભરૂચના પૂર્વ પટ્ટીના જુના અને નવા તવરા ગામે લોકોનું સ્થળાંતર
પશુપાલકોના પશુઓનું પણ રેસ્ક્યુ કરાયું : નદીમાં પૂરની સ્થિતિ આવતા ખેડૂતોના ખેતરોમાં જળબંબાકાર.
ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટીના અનેક ગામોમાં નદીના પાણી અનેક વિસ્તારોમાં પ્રવેશ્યા : સામે પાર ગયેલા ખેડૂતો અને ખેત મજૂરોને બોટ મારફતે રેસ્ક્યુ કરી લવાયા.
(વિરલ રાણા) ભરૂચ,સરદાર સરોવર ડેમ માંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવક થઈ રહી છે.પૂર્વપટ્ટી ગામના કેટલાય લોકો સામે પાર મજૂરી કરવા જોતા હોય છે.ત્યારે નર્મદા નદીમાં પાણીની આવક થતા સામે પાર ગયેલા કેટલાય લોકો અને પશુઓનું બોટ મારફતે રેસ્ક્યુ કરી હેમખેમ પરત લાવવામાં આવ્યા હતા.સરદાર સરોવરના નર્મદા ડેમ માંથી સતત પાણીનો પ્રવાહ ગઈકાલ મોડી રાત્રેથી છોડવામાં આવી રહ્યો છે.
જેના પગલે નર્મદા નદીમાં પાણીની આવક થઈ રહી છે.જેના પગલે કાંઠા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે નર્મદા નદીમાં સતત પાણીની આવક થતા પૂર્વ પટ્ટીના કેટલાય ગામના લોકો નદીની આ પારથી સામે પાર ખેત મજૂરી કરવા તથા અન્ય કામકાજ અર્થે જતા હોય છે.
સતત નર્મદા નદીમાં પાણી આવવાના કારણે સામે પાર ગયેલા કેટલાય લોકોને બોટ મારફતે તેમજ પશુપાલકોના પશુઓને બોટ મારફતે રેસ્ક્યુ કરી પરત તેમના ગામમાં લાવવામાં આવ્યા હતા સતત પાણીનો પ્રવાહ વધવાના કારણે પૂર્વ પટ્ટીના ગામના લોકોની ચિંતામાં વધારો થયો છે.સાથે પૂર્વ પટ્ટીના નદીના કાંઠાના ખેડૂતોના ખેતરોમાં પણ નદીના પાણી ફરી વળતાં ફરી એકવાર ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ વહી રહ્યુ છે અને ડેમ માંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે જેના કારણે નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.પૂર્વ પટ્ટીના જુના તવરા નવા તવરા અને નિકોરા ગામ સહિતના અનેક ગામોના લોકો પશુપાલન અને ખેતી માટે પોતાના ગામથી નર્મદા નદી પાર કરી સામે પાર જતા હોય છે.
પરંતુ નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવતા સામે પાર ગયેલા કેટલાય ખેડૂતો અને પશુપાલકો ફસાઈ ગયા હતા.ગામના સરપંચો અને આગેવાનોએ પણ સામે પાર ગયેલા લોકોને પોતાના ગામ સુધી લાવવા માટે માછીમારોની બોટ મારફત રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.સતત નર્મદા નદીમાં પાણીની આવક થવાના કારણે ખેડૂતોની હાલત પણ કફોડી બની ગઈ છે.