ભરૂચના બાયપાસ ચોકડીના માર્ગની કામગીરી અધૂરી છોડી દેવાતા અકસ્માતનો ભય
દહેજ તરફ જતા ભારે વાહનોની ગતિ ધીમી થતા વારંવાર ટ્રાફિકજામ ની સ્થિતિ સર્જાતા સ્થાનિકો પરેશાન: સ્થાનિક લોકો એ રસ્તા ઉપર ઉતરી આવી તંત્ર ની ગોકુળ ગતિ એ ચાલતી કામગીરી સામે વિરોધ નોંધાવ્યો.
ભરૂચ: ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં વિકાસ ના કામો કરાવા હોય તો સ્થાનિકો એ કાયમ આંદોલનો કરવા પડે છે.ત્યારે બાયપાસ ચોકડી નજીક ના મુખ્ય માર્ગ ને ખોદી નાંખી કામગીરી અધૂરી છોડી દેવાતા નાના મોટા વાહનો પસાર થતા વારંવાર ટ્રાફિક જામ ની સ્થિતિ ને લઈ સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવી તંત્ર ની ગોકુળ ગતિ એ ચાલતી કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ ની બાયપાસ ચોકડી નજીક થી દહેજ તરફ જતા ભારે વાહનો સ્થાનિક નં વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.ત્યારે રોડ ની કામગીરી અધૂરી છોડી દેવાતા માર્ગ ઉપર થી પસાર થતા વાહનો ડગમગ થતા નાના વાહનચાલકો ને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે.ત્યારે બાયપાસ નજીક નો મુખ્ય માર્ગ ખોદી નાંખવામાં આવ્યો છે તેને તંત્ર દ્વારા તાબડતોડ તાત્કાલિક બનાવની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકો એ રસ્તા ઉપર ઉતરી આવી વિરોધનો સૂર ઉઠાવ્યો હતો.