ભરૂચના બોરી ગામની પર્યાવરણ જાળવણી માટે નવતર પ્રયાસ
(પ્રતિનિધિ) ભરૂચ, પર્યાવરણ જાળવણી માટે ના નવતર અભિગમ હેઠળ વૃક્ષારોપણ ને પ્રોત્સાહનરૂપ ભરૂચ તાલુકા ના બોરી ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ મિત્ર યોજના જાહેર કરી છે.જેમાં ઘરદીઠ ત્રણ વૃક્ષો નો ઉછેર કરનાર ઘર ના એક વર્ષ ના વેરા માફી ની જાહેરાત કરવામાં આવી છે. સમગ્ર રાજ્ય માં પર્યાવરણ જાળવણી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે.જેમાં વિવિધ સંસ્થાઓ, સરકારી કચેરીઓ, શાળાઓ સહીત ઉદ્યોગો પણ આગળ આવી રહ્યા છે.ત્યારે ભરૂચ તાલુકાની બોરી ગ્રામ પંચાયતઆ મુદ્દે કઈંક અલગ રીતે પર્યાવરણ જાળવણી માટે પોતાનો ફાળો આપી રહી છે.જેમાં ગ્રામ પંચાયત દ્વારા પર્યાવરણ મિત્ર યોજના જાહેર કરી ગ્રામજનો માટે ઘરદીઠ ત્રણ વૃક્ષો નું સફળતા પૂર્વકઉચ્છેર કરવા આહવાન કરવામાં આવ્યું છે.જે માટે ગરમજનો ને વૃક્ષો ના છોડ પણ આપવામાં આવી રહ્યા છે.આ નવતર યોજના ના નોંધણ કરાવ્યા બાદ એક વર્ષ પછી વૃક્ષ ઉછેર ની ખાતરી પણ પંચાયત દ્વારા કરવામાં આવશે અને પંચાયત નો વેરો માફ કરાશે. બોરી ગામ માં ૨૦૦ જેટલા ઘર આવેલા છે અને આશરે એક હજાર ની વસ્તી ધરાવતા ગામ માં આગામી દિવસો માં ઓછા માં ઓછા ૬૦૦ વૃક્ષો નો વધારો થશે તેમ માનવામાં આવી રહ્યું છે.ગ્રામજનો દ્વારા પણ ગ્રામ પંચાયત ની આ યોજના ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નાનકડા બોરી ગામ ના પર્યાવરણ જતન અંગે ના આ નવતર પ્રયાસ ને ખરેખર અન્ય ગામ ના લોકો પણ અનુસરે તો આવનાર સમય માં પર્યાવરણ ની જાળવણી માટે ના પ્રયાસો ને સફળ થતા કોઈ રોકી ન શકે. *