ભરૂચના ભોલાવ ડેપોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ – NSUI દ્વારા વિરોધ

શાળા કોલેજોના સમય પ્રમાણે બસોની અનિયમિતતાને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલી : ડેપોમાં ચારે બાજુ ગંદકીનું અને કાદવ કિચડનું સામ્રાજ્ય : પાણીની પરબ પણ બંધ હાલતમાં તો સંડાસ બાથરૂમના ખસતા હાલ.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચના જૂના નેશનલ હાઈવે ઉપર આવેલ ભોલાવ એસટી બસ ડેપોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે.જેમાં પીવાના પાણીની પરબ અને ટોયલેટ ના ખસતા હાલ જોવા મળી રહી છે.તો મુસાફરોને ઉભા રહેવા માટે સ્ટેન્ડની અને બસ ડેપોના પટાંગણમાં મોટા ખાડા પડી ગયેલ હોવાના લઈને પાણી ભરાયા છે.
જેને લઈને બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.આ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને NSUI ના પ્રમુખ યોગી પટેલ,નીલરાજ ચાવડા, ઓશામ સિદ્દીકી,ઉર્વીશ જાગીર અને પટેલ આમિર સહિતના કાર્યકરોએ મુસાફરોને અને વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવી વિરોધ નોંધાવ્યો હતો અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે આ પ્રાથમિક સુવિધાઓ વહેલામાં વહેલી તકે કરવામાં નહિ આવે અને સારી સુવિધાઓ સાથે સાથે સ્વચ્છ રીતે ચાલુ કરવામાં નહીં આવે તો NSUI દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હાલ ચોમાસાની ઋતુના પગલે એસટી ડેપો માં ઠેર ઠેર પાણી ભરાતા બસમાં ચઢવા અને ઉતરવા માટે મુસાફરો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તો બીજી બાજુ ડેપોમાં રહેલી ગંદકી અને અસુવિધા ને એસટી ડેપોના તંત્ર દ્વારા વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે.