ભરૂચના ભોલાવ વિસ્તારના ઈન્દિરા આવાસના ગરીબ પરિવારો ઉભરાતી ગટરોથી પરેશાન
પડવા આથડવા થી ફ્રેક્ચર થયા,બાળકો અને વૃદ્ધોનું ઘર બહાર નીકળવું પણ મુશ્કેલ : છ મહિના થી નર્કગાર જેવી સ્થિતિ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના ભોલાવમાં આવેલ ઇન્દિરા નગર આવાસ પાસે ઉભરાતી ગટર ની સમસ્યા થી ગરીબ પરિવાર ના સભ્યો ને પડવા આથડવા થી ઈજા થઈ રહી છે.બાળકો અને વૃદ્ધો ને ઘર બહાર નીકળવાની પણ મુશ્કેલી પડી રહી છે.
ભરૂચ ની દૂધધારા ડેરીની પાસે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ ઈન્દિરા આવાસ ઝુપડપટ્ટી પાસે ની ગટરનું પાણી છેલ્લા છ માસ થી ઉભરાય ને રોડ પર ફરી વળે છે. ગટરો ઊભરાતા અહીં વસવાટ કરતા ૭૦ થી ૮૦ પરિવારો ની હાલત અત્યન્ત કફોડી થઈ જવા પામી છે.
ગરીબ પરિવાર ના એક વ્યક્તિ નો પગ ફેક્ચર થઈ ગયો છે.નાના છોકરાઓ અને વૃદ્ધો ને પણ ઘર બહાર નીકળવાની બહુ તકલીફ પડે છે.અહીં વસતા ગરીબ પરિવારોને નર્કગાર જેવી સ્થિતિ થી રોગચાળા નો પણ ભય લાગી રહ્યો છે.ગરીબ પરિવારોએ આ સમસ્યાના નિવારણ માટે ગ્રામ પંચાયત સહિત વિવિધ સ્તરે આ અંગે રજુઆત કરી હોવા છતાં પણ સ્થિતિ માં કોઈ ફરક પડ્યો નથી તેથી તેવોમાં રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર આવા ગરીબ પરિવારજનોની વાત પણ કાને ધરે અને જરૂરી કાર્યવાહી કરી તેવોને નર્કગાર જેવી સ્થિતિ માંથી મુક્તિ અપાવે તે જરૂરી છે.