Western Times News

Gujarati News

ભરૂચના મનુબર ગ્રામ પંચાયતનો લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ.

ગામમાં કામ વગર ઘરની બહાર નીકળનાર પાસે વસુલાય છે રૂપિયા એક હજારનો દંડ વસૂલાશે. જૂની પદ્ધતિથી ઢોલ વગાડી ગ્રામજનોને જાગુત કરાયા.

ભરૂચ: ભરૂચના મનુબર ગ્રામ પંચાયતનો લોકડાઉનનો કડક અમલ કરાવવા નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે.ગામમાં કામ વગર ઘરની બહાર નીકળનાર પાસે રૂપિયા ૧ હજારનો દંડ વસુલવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યુ છે.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં ૨૧ દિવસનું લોક ડાઉન ચાલી રહ્યુ છે.જેનો કડક અમલ કરાવવા ભરૂચની મનુબર ગ્રામ પંચાયત આગળ આવી છે.ગ્રામ પંચાયત દ્વારા ગામમાં બોર્ડ લગાવી કોઈને પણ જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવા આદેશ આપવામાં આવ્યા છે અને આદેશનું ઉલ્લંઘન કરનાર પાસે રૂપિયા ૧ હજારનો દંડ વસુલવામાં આવે છે.દંડ સ્વરૂપે જમા થયેલ દંડની રકમનો ગામના વિકાસના કાર્યમાં ઉપયોગ કરાશે તો બીજી તરફ જૂની પદ્ધતિ અનુસાર ઢોલી ગામની ગલીએ ગલીએ ફરે છે અને ઢોલ વગાડી લોકોને જાગૃત કરવા સાથે નિયમો અંગેની જાણકારી આપે છે.ગામમાં પાદર પર લોકો બેસી રહે છે.ત્યારે ગ્રામ પંચાયત દ્વારા મુકવામાં આવેલ બાકળા સહિત અન્ય બેસવાની જગ્યાઓ પર ઠેર ઠેર ઓઈલ લગાવી દેવામાં આવ્યું છે અને લોકોને જાહેરમાં બેસતા અટકાવવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ માં ચાલી રહેલા કોરોના વાયરસ ના સંક્રમણ વધુ ન અટકે તે માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું જેમાં પંચાયત દ્વારા ગામ તેનું ચુસ્તપણે પાલન થાય તે માટે નવતર અભિગમ અપનાવવામાં આવતા અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.