ભરૂચના મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ ધરણા પર ઉતર્યા
(પ્રતિનિધિ) ભરૂચ, મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ ન મળતાં મહાસત્તામંડળ દ્વારા અપાયેલ રાજ્યવ્યાપી ધરણા કાર્યક્રમ ના એલાન ના પગલે ભરૂચ જીલ્લાના મહેસુલી કર્મચારીઓએ પ્રતીક ધરણા યોજી તેવોની માંગણીઓ પુરી કરવા માંગ કરી હતી.
ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકારી કક્ષાએ કર્મચારીઓના બઢતી,બદલી અને અન્ય ૧૭ જેટલા પાયાના પ્રશ્નો જેવાકે રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા,જેવી માંગણી ઓ સંદર્ભે ભરૂચ કલેક્ટર કચેરી સંકુલ ખાતે સૂત્રોચ્ચાર સાથે ધરણાં યોજ્યા હતા.માંગણી નહિ સ્વીકારય તો ઉગ્ર આંદોલનની ચીમકી સાથે ૨૯ મી ઓગષ્ટ થી અચોક્કસ મુદ્દત ની હડતાળ ની ચીમકી પણ ઉચ્ચારી હતી. મહેસુલી કર્મચારીઓના આંદોલનને સરકાર દ્વારા કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યુ.*