ભરૂચના મુન્શી મનુબરવાલા ટ્રસ્ટની સિલ્વર જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચની મુન્શી મનુબરવાલા ટ્રસ્ટ ના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમ માં કોંગ્રસ ના ટ્રેઝરર અહેમદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.તેઓ એ એલ.આર.ડી,સીએએ અને એનઆરસી મુદ્દે નિવેદન આપતા સરકાર ની નિયત યોગ્ય ન હોવાનો આક્ષેપ કર્યો હતો.
ભરૂચ ના શૈક્ષણિક ક્ષેત્ર ના અગ્રીમ મુન્શી મનુબરવાલા ટ્રસ્ટ ની સિલ્વર જ્યુબિલી કાર્યક્રમ માં રાજ્ય સભા ના સભ્ય અને કોંગ્રેસ ના ટ્રેઝરર અહેમદ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે તેઓ એ પત્રકારો સાથે ની વાતચીત માં એલ.આર.ડી,સીએએ અને એનઆરસી ના મુદ્દે નિવેદન આપતા નાજાવ્યું હતું કે સરકાર ની નિયત યોગ્ય નથી.આ ઉપરાંત તેઓ એ રેલવે માં ખાનગી ટ્રેન ની મંજૂરી ના મુદ્દા ને ટાંકી ને સરકાર ખાનગીકરણ ને પ્રાધાન્ય આપી અનામત પદ્ધતિ ખતમ કરવા માંગતી હોવાનો આક્ષેપ કર્યો હતો.અહેમદ પટેલે સીએએ અને એનઆરસી ના મુદ્દે ચાલી રહેલું આંદોલન રાજકીય નહિ પરંતુ સ્વંતર હોવાનું કહ્યું હતું. આ પ્રસંગે ભરૂચ ના રાજકીય અગ્રણીઓ સહિત શૈક્ષણિક ક્ષેત્ર અને અન્ય ક્ષેત્રો ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.