ભરૂચના મુલદ ટોલટેક્સ ઉપર ગેરકાયદેસર રીતે ૨૦૦ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ખેડૂતો રસ્તા પર
ભરૂચના મુલદ ટોલટેક્સ ઉપર ગેરકાયદેસર રીતે ૨૦૦ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે ખેડૂતો રસ્તા પર: ખેડૂત વાહન ચાલકે ૨૦૦ રૂપિયા ન આપતા વાહને નુકસાન કરતા વાતાવરણ ગરમાયું
(પ્રતિનિધિ-વિરલ રાણા) ભરૂચ, ભરૂચના મૂલદ ટોલટેક્સ ઉપર ખેડૂતોના વાહનચાલકો પાસેથી ઓવરલોડીંગ વાહન હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે ૨૦૦ – ૨૦૦ રૂપિયાની ઉઘરાણી કરતા એક વાહન ચાલકે રૂપિયા ન આપતા તેના વાહનને નુકસાન કર્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ રસ્તા ઉપર ઉતરી આવી ભારે આક્રોશ ઠાલવ્યો હતો અને ટોલ-ટેક્સ સંચાલકોની દાદાગીરી સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે.
ભરૂચના દક્ષિણ ગુજરાત તરફ ના ખેડૂતો પોતાનો પકવેલો પાક શાકભાજી ફળ ફ્રૂટ સહિતનો જથ્થો ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં વિવિધ વાહનો મારફતે પહોંચાડી રહ્યા છે પરંતુ ભરૂચના નેશનલ હાઇવે ૪૮ મુલદ ટોલટેક્સ ઉપર ખેડૂતોના વાહનો ઓવરલોડિંગ હોવા નું જણાવી ગેરકાયદેસર રીતે રૂપિયા ૨૦૦ – ૨૦૦ ની ઉઘરાણી ટોલટેક્સ સંચાલકો કરી રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આજરોજ શાકભાજી ભરેલો પીકઅપ વાન ચાલકે ૨૦૦ રૂપિયા ન આપતા તેના વાહનની આગળ ભૂરા કલરનું પીપડું મૂકી દેતા વાહનને નુકસાન થતા વાતાવરણ ગરમાયું હતું જોકે ટોલટેક્સ સંચાલકો પગ લોકો પાસેથી ગેરકાયદેસર રીતે રૂપિયાની ઉઘરાણી કરી રહ્યા હોવાના આક્ષેપો કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો.
જોકે મૂલદ ટોલટેક્સ ઉપર ખેડૂતો અને ટોલ-ટેક્સ સંચાલકો આમને-સામને આવી ગયા હતા જોકે અગાઉ પણ ટોલટેક્સ સંચાલકોએ કેટલાક વાહનચાલકો અને માર માર્યા હોવાની પણ ફરિયાદો આવી હતી અને કેટલાક વાહનચાલકો પાછળ પથ્થરો ઉઘરાવવાના વીડિયો પણ વાયરલ થયા હતા ત્યારે ટોલટેક્સ સંચાલકોની આવી દાદાગીરી સામે ખેડૂતોએ આજે ઉગ્ર બનવાની ફરજ પડી હતી.*