ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં વિક્રેતાઓને વેકસીન મુકવામાં આવી

(તસ્વીર ઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં પાલિકા દ્વારા નવતર અભિગમ અપનાવી સ્પોટ વેકસીનેશન ડ્રાઈવનું આયોજન કરી શાકભાજી વિક્રેતાઓ ને કોરોના સામે સુરક્ષા માટે રસી મુકવામાં આવી હતી.
કોરોના જેવી મહામારી માંથી બચવા માટે રસીકરણ કરવું ખુબ જ આવશ્યક બન્યું છે.સરકાર દ્વારા પહેલી અને બીજી એમ થોડા થોડા દિવસના અંતરે બે રસીકરણ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.પરંતુ હાલાકીની વાત છે કે સ્થળ પર જતાની સાથે રસી ન ઉપલબ્ધ હોવાને કારણે લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન અંતર્ગત પણ ઘણીવાર રસીકરણનો સ્લોટ પૂરતો મળતો નથી
જેથી કામ પર ફરજ બજાવતા અને જેઓને રસીકરણ લેવાનો સમય ન મળતો હોય તે લોકો માટે ભરૂચ નગરપાલિકા અને આરોગ્ય કેન્દ્ર દ્વારા મદદ કરવામાં આવી રહી છે.જેમાં નવતર અભિગમ અપનાવી આરોગ્ય કેન્દ્રના સભ્યો દ્વારા જે-તે સ્પોટ પર જઈને લોકોનું રસીકરણ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત ભરૂચના શક્તિનાથ શાક માર્કેટમાં સ્પોટ વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું હતું. શાકભાજી અને ફ્રૂટસ વેચતા ફેરિયાઓ સુપર સ્પ્રેડર ના બને તે માટે નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં જઈ વેક્સીન મૂકીને કોરોનનું સંક્રમણ ઓછું થાય તે માટે નો પ્રયાસ કરવામાં આવ્યો હતો.*