ભરૂચના શાંતિવન સ્મશાન માં ૩૦ દિવસ માં ૧૫૦ લોકોના અંતિમ સંસ્કાર
કોવિદ સ્મશાન માં ૧૩ મળી ૧૬૩ લોકોના અંતિમ સંસ્કાર કરાયા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા માં કોરોના ની સંખ્યામાં દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે અને લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે.ત્યારે ભરૂચ ના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા શાંતિવન સ્મશાન માં જુલાઈ મહિના ના ૩૦ દિવસ માં ૧૫૦ લોકો ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.જયારે કોરોના ની મહામારી ના કારણે તંત્ર દ્વારા ઉભું કરવામાં આવેલ કોવિદ ૧૯ સ્મશાન માં ૧૩ લોકો ના અંતિમ સંસ્કાર કરાતા ભરૂચ માં એક મહિના માં ૧૬૩ લોકો મૃત્યુ પામ્યા હોવાના ચોકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે.
માર્ચ મહિના માંથી કોરોના એ માથું ઉંચકયું હતું.ત્યારે ભરૂચ માં સતત કોરોના અને શંકાસ્પદ દર્દીઓ મૃત્યુ પામી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે.જેમાં ભરૂચ ના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા શાંતિવન સ્મશાન ગૃહ માં જુલાઈ મહિના ના ૩૦ દિવસ ના સમયગાળા માં ૧૫૦ થી વધુ લોકો ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.જયારે ગોલ્ડન બ્રીજ ના અંકલેશ્વર ના દક્ષિણ છેડે તંત્ર દ્વારા ઉભું કરવામાં આવેલ કોવિદ ૧૯ સ્મશાન માં ૧૩ લોકો ના કોરોના અને શંકાસ્પદ મૃતદેહ ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જેના પગલે ભરૂચ ના આ બે સ્મશાન માં ૧૬૩ લોકો ના અંતિમ સંસ્કાર થયા છે.ત્યારે ભરૂચ ના અન્ય સ્મશાનો માં કેટલા લોકો ના અંતિમ સંસ્કાર થયા હશે અને કબ્રસ્તાનો માં પણ કેટલા લોકો ની દફન વિધિ થઈ હશે.
તદ્દઉપરાંત ભરૂચ જીલ્લા ના કેટલાય લોકો વડોદરા અને સુરત ની ખાનગી હોસ્પીટલ માં મૃત્યુ પામ્યા છે.જેઓ ના અંતિમ સંસ્કાર પણ જેતે જીલ્લાઓ માં કરવામાં આવ્યા હતા.ત્યારે જુલાઈ મહિના ના ૩૦ દિવસ ના સમયગાળા માં કેટલા લોકો કોરોના અને શંકાસ્પદ રીતે મુત્યુ પામ્યા હશે તે એક લોકો માં ચર્ચનો પ્રશ્ન ઉભો થયો છે.કારણ કે માત્ર એક જ સ્મશાન માં એક મહિના માં ૧૫૦ લોકો ના અંતિમ સંસ્કાર થયા હોય તો અન્ય સ્મશાનો નો આંકડો કેટલો હશે તે આરોગ્ય અને જીલ્લા વહીવટી તંત્ર માટે તપાસ નો વિષય બની ગયો છે.