Western Times News

Gujarati News

ભરૂચના સનરાઈઝ પાર્ક પાસે ઝાડી ઝંખડામાં આગ લાગતા આગ નજીકની ગાડીઓમાં પ્રસરી.

આગ લગતા સ્થાનિક રહીશોમાં ફફડાટ : ફાયર ફાયટર દોડી આવી પાણીનો મારી ચલાવી કાબુ મેળવ્યો.

(વિરલ રાણા ) ભરૂચ,
ભરૂચમાં આગ લાગવાની ઘટનાઓ ઉપરાછાપરી બની રહી છે.ત્યારે ભરૂચ શહેરના ભીડભંજન વિસ્તાર નજીક આવેલ સનરાઈઝ પાર્ક સોસાયટીની બાજુમાં ખુલ્લી જગ્યામાં રહેલ ઝાડી ઝાંખળામાં લાગેલી આગ બે ફોર વહીલર ગાડીમાં પ્રસરી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થતા ફાયર ફાયટરને જાણ કરાતા તાત્કાલિક આગ ઉપર પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના પાંચબત્તી થી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર આવેલ જગદીશન શોપિંગ સેન્ટરની પાછળ આવેલ સનરાઈઝ પાર્ક સોસાયટી નજીક ખુલ્લી જગ્યામાં રહેલા ઝાડી ઝાંખળાઓ માં આગ ફાટી નીકળતા આગે વિકરાર સ્વરૂપ ધારણ કરતા નજીક પાર્ક કરેલ બે ગાડીમાં પ્રસરતા સ્થાનિકોમાં ગભરાટ સાથે નજીકમાં હોસ્પિટલો આવેલા હોવાના કારણે ફાયર ફાયટરને જાણ કરવામાં આવતા ફાયર ફાયટરો એ દોડી આવી પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પરંતુ ફોર વહીલર બંને વાહનો બળીને ખાખ થઈ જતા ગાડીના માલિકોને મોટું નુકશાન થયું હતું.જોકે આ વિસ્તાર માંથી રહેણાંક વિસ્તાર હોવાના કારણે ગેસ લાઈન પણ પસાર થતી હોવાના કારણે સ્થાનિકોમાં ગભરાટ પ્રસરી જવા પામી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.