ભરૂચના સાઉન્ડ સિસ્ટમ સંચાલકો અને કલાકારોએ આર્થિક સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
લોકડાઉનના કારણે રોજીરોટી ગુમાવનાર
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના કલાકારો અને સાઉન્ડ સિસ્ટમના વ્યવસાયકારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી કોરોના મહામારી વચ્ચે વેપાર બંધ થતા આર્થિક સહાયની માંગ કરી હતી.
કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા તમામ વ્યવસાયકારો ના ધધા રોજગાર ને ખુબજ માઠી અસર થઈ છે.તે દરમ્યાન ધાર્મિક,સામાજિક સહિત તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હોવાથી ના ભરૂચ સાઉન્ડ સિસ્ટમ ના સંચાલકો તથા કલાકારો ની રોજી રોટી બંધ થઈ ગઈ છે.અન્ય વ્યવસાયકો ને સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે
તો ગીત સંગીત ના કાર્યક્રમમાં પણ છૂટછાટ આપવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ ના કલાકારો એ મુખ્યમંત્રી ને સંબોધેલ આવેદનપત્ર જીલ્લા કલેકટર ને પાઠવ્યું હતું.આવેદનપત્ર માં આર્થિક સહાય ની માંગણી કરવા માં આવી છે.
આવેદનપત્ર પાઠવવામાં ભરૂચ ના સાઉન્ડ સિસ્ટમના સંચાલકો અને ગીત સંગીત ના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા