ભરૂચના સેગવા, ઝંઘાર તેમજ પારખેત ગામોમાં ૧૭ લાખની વીજચોરી ઝડપાઈ
ભરૂચ: ભરૂચ તાલુકાના સેગવા,ઝંઘાર તેમજ પાતખેત ગામોમાં ગુરૂવારે વહેલી સવારે વીજ વિઝિલન્સની વીજ ચેકિંગ ટીમો ત્રાટકતા શિયાળાની મીઠી નિંદ્રા માણી રહેલા ગ્રામજનોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી.વીજ ચેકિંગના પગલે ગ્રામજનો ઉંઘમાંથી સફાળા જાગી ગયા હતા.પોલીસ કાફલા સાથે ત્રાટકેલી વીજ ચેકિંગ ટીમોએ સેગવા, ઝંઘાર તેમજ પારખેત ગામોમાં સઘન વીજ ચેકિંગ હાથ ધર્યુ હતું.
ઉપરોક્ત ત્રણ ગામમાંથી ૪૮ જેટલા વીજ જોડાણમાં ગેરરીતી જણાઈ આવી હતી.તો વીજ ચેકીંગ ને લઈને વીજચોરો માં ફફડાટ મચી જવા પામ્યો હતો. ઉપરોક્ત બંને ગામોમાં થઇ કુલ ૧૭ લાખની વીજચોરી ઝડપાઇ હતી.વીજ વિઝિલન્સની વીજ ટીમોના સધન વીજ ચેકિંગના પગલે વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.સેગવા,ઝંઘાર તેમજ પારખેત ગામમાં મોટા પોલીસ કાફલા સાથે વીજ ચેકિંગ હાથ ધરાતા ત્રણેય ગામો જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.વીજ ચેકિંગ દરમ્યાન કોઇપણ જાતની અનિચ્છનીય ઘટના બની ન હતી. શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર વીજ ચેકિંગ ઓપરેશન પૂર્ણ થયું હતુ.