Western Times News

Gujarati News

ભરૂચના પાંચબત્તીમાંથી ૧૫૦ ગ્રામ ચરસ સાથે આરોપીને પકડી પાડતી SOG પોલીસ

ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેંજ તથા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના આધારે તથા એસ.ઓ.જી પોલીસના ઈન્સ્પેકટર પી.એન.પટેલ નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઈ કે.એમ.ચૌધરી તથા એમ.આર.શકોરીયા તથા સ્ટાફના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન પો.કો. મો,ગુફરાન મો.આરીફ નાઓની બાતમી આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ. કે. ભરવાડ ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. નાઓને સાથે રાખી ભરૂચ પાંચબત્તી પાસેથી આરોપી અબ્દુલ સત્તાર હાજીનુરમહંમદ મેમ (ચાંદીવાલા) રહે.  સાહપોર વકીલ સ્ટ્રીટ, મોતીવાલી મજીદપાસે હના પાર્ક, મકાન નં-૬૦૧ છઠ્ઠો માળ સુરત શહેરનાને લાલ કલરની વેસ્પા સ્કુટર નંબે જીજે ૦૫ ટીસી ૩૭૬ કિમત રૂપિયા ૮૫,૦૦૦ તથા ૧૫૦ ગ્રામ ચરસની કિમત રૂપિયા ૧૫,૦૦૦ સાથે પકડી પાડી કુલ ૧,૦૦,૦૦૦ કિમત રૂપિયા નો મુદ્દામાલકબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુનો રજીસ્ટર કરાવતા આગળની વધુ તપાસ પી.એન.પટેલ પોલીસ ઈન્સ્પેકટર એસ.ઓ.જી ભરૂચાનાઓ ચલાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.