ભરૂચના DDO એ આપેલા હુકમનું આમોદ TDO એ પાલન ના કરતાં ફરીથી DDO નો હુકમ
સરભાણ અને વાતરસા ગામે થયેલા માટી કૌભાંડમાં કસુરદારો સામે ફોજદારી ગુનો નોંધવા DDO ના હુકમની ઐસી કી તૈસી કરતાં આમોદના TDO.
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડમાં ભરૂચ DDO એ આમોદ TDO ને ૨૧ એપ્રિલના રોજ માટી કૌભાંડના કસુરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો.
છતાં ભરૂચ DDOના હુકમની ઐસી કી તૈસી કરી ૧૮ દિવસ બાદ પણ આમોદ TDO એ ફરિયાદના નોંધાવતા ભરૂચ DDO એ આજ રોજ ફરીથી સરભાણ અને વાતરસા ગામ પંચાયતના કસૂરદારો સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.
આમોદ તાલુકાના વાતરસા ગામે આવેલી સર્વે નંબર ૧૨૨,૫૧૩ તથા ૩૨૫ વાળી જમીનમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બદલ ભરૂચ DDO એ Dy.DDO ની તપાસ ટીમનો અહેવાલ પાન નંબર ૧ થી ૫૫ મોકલી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.
જયારે સરભાણ ગામે સર્વે નંબર ૬૬૫ વાળી ગૌચરની જમીનમાં બિન અધિકૃત ખોદકામ અંગે Dy.DDO ની ટીમનો ૧ થી ૪૧ પાનનો અહેવાલ મોકલી સરભાણ ગ્રામ પંચાયતના કસૂરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.