ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખસમા મેઘમેળાનો પ્રારંભ
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ ની આગવી સાંસ્કૃતિક ઓળખસમાં અને માત્ર ભરૂચ ખાતે યોજાતા મેઘમેળાનો પ્રારંભ થતાં હજારો શ્રદ્ધાળુઓ મેઘરાજા ના દર્શન અને મેળાની મજા માણવા ઉમટી રહ્યા છે. ભરૂચ ના ભોઈવાડ વિસ્તાર માં છેલ્લા અઢીસો કરતા પણ વધુ વર્ષો થી ભોઈજ્ઞાતિ ના શ્રદ્ધાળુ યુવાનો દ્વારા પાવન નર્મદા મૈયા ની માટી માંથી મેઘરાજા ની પ્રતિમા કંડારી દિવાસાના દિવસે તેનું સ્થાપન કરી પૂજન અર્ચન કરે છે અને સમાંયન્તરે નિયત તિથિ એ મેઘરાજા ના સાજ શણગાર કરવામાં આવે છે.
છપ્પનીયા દુકાળ વખત ની આ ઘટના છે જેમાં દુકાળ ના ઓળા ઉતરતા પશુ,પક્ષી માનવ સહીત સમગ્ર જીવસૃષ્ટિ આકાશ માં મીટ માંડી બેઠા હતા અને મેઘરાજા ને રીઝવવા પૂજા પાથ અને ભજન કરી રહ્યા હતા.પરંતુ મેઘરાજા નું આગમન થતું ન હતું।તેથી સૌ એ ભેગા થઈ જળાધિદેવ મેઘરાજા ની પ્રતિમા ની સ્થાપના કરી અને સંકલ્પ કર્યો કે વરસાદ નું આગમન નહીં
થાય તો મેઘરાજા ની પ્રતિમા નું ખંડન કરીશું અને લોકો ની પ્રાર્થના અને સંકલ્પ છતાં મેઘરાજા નું આગમન ન થતાં સ્થાપિત કરેલ પ્રતિમા નું ખંડન કરવાની તૈયારી કરવામાં આવી.
તે દરમ્યાન આકાશ માં વાદળો ઉમટી આવ્યા અને મેઘગર્જના ઓ સાથે વરસાદ વરસતા ખુશી સાથે સૌ મેઘરાજા પૂજા કરવા લાગ્યા।ત્યાર થી શરુ થયેલી આ પરંપરા મુજબ આજે પણ એટલી જ શ્રદ્ધા સાથે મેઘમેળો યોજાય છે. શ્રાવણ વદ સાતમ થી દશમ સુધી વર્ષો ની પરંપરા મુજબ માત્ર ભરૂચ માં મેઘરાજા નો મેળો યોજાય છે.જેનો પ્રારંભ થતાં ભોઈવાડ સ્થિત મેઘરાજા ની પ્રતિમાની પૂજન અર્ચન,દર્શન અને બાળકો ને ભેટાડવા માટે શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે.
ઘોઘારાવ મંદિરે છડી પણ પૂજન સાથે પરંપરા મુજબ ઝુલાવવામાં આવી હતી. ભોઈવાડ થી પાંચબત્તી ના સમગ્ર વિસ્તાર માં નાના મોટા અનેક સ્ટોલ લાગી ચુક્યા છે.હજારો શ્રદ્ધાળુઓ મેઘમેળા ની મજા માણવા ઉમટી રહ્યા છે. દશેરા ના દિને મેઘરાજા ની વિસર્જન શોભાયાત્રા સાથે ચાર દિવસ ના મેઘમેળા નું સમાપન થશે.*