ભરૂચની કે. જે. પોલીટેક્નિકમાં વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખા
બે હજાર થી વધુ વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છેઃ કોલેજ સ્ટાફ પણ પોતાના માટે પાણી બહારથી મંગાવે છે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ ની કે.જે.પોલીટેક્નિક એન્જિનિયરીંગ કોલેજમાં વિદ્યાર્થીઓને ઉનાળાના પ્રારંભ સાથે જ પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.આ મુદ્દે આગળ આવી અઠવાડિયામાં પાણીની વ્યવસ્થા કરવા અલ્ટીમેટમ આપી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ભરૂચ શહેર જિલ્લામાં ઉનાળાની ગરમીનો પારો ઊંચે જઈ રહ્યો છે.દિવસે ત્યારે કાળઝાળ ગરમીમાં પીવાના પાણીની સમસ્યાઓ ઉદભવી રહી છે અને તેમાંય ખાસ કરી સરકારી કે.જે.પોલીટેક્નિક કોલેજમાં ૨૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓને પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે અને કોલેજની સાત જેટલી પાણીની પરબ અને આરો પ્લાન્ટ પણ ભંગાર અવસ્થામાં જાેવા મળી રહ્યા છે.
જેથી વિદ્યાર્થીઓને પીવાના પાણી ન વલખા પડી રહ્યા છે.જાેકે કોલેજના શિક્ષકો માટે ખાનગી આરોનું પાણી આવી રહ્યું છે.વિદ્યાર્થીઓએ પણ કોલેજ સત્તાધીશોને પાણીની સુવિધા કરવા માટે એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે.ત્યારે કોલેજમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીના મુદ્દે કોલેજના પ્રિન્સિપલ રીન્કુ શુકલાએ કોલેજમાં વિદ્યાર્થીઓના પીવાના પાણીના પ્રશ્નો મુદ્દે લૂલો બચાવ કર્યો હતો અને પીવાના પાણીની સમસ્યા બે ત્રણ દિવસથી ઉભી થઈ હોવાનું જણાવી રહ્યા છે.
ભરૂચની કે.જે.પોલીટેકનિકમાં ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ભર ઉનાળે પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવતા વિદ્યાર્થીઓ પણ હવે આંદોલનના મૂડમાં આવી રહ્યા છે.
કોલેજના વિદ્યાર્થીઓ કોલેજમાં વિવિધ વિભાગમાં રહેલી સાત પાણીની બિસ્માર બની ગઈ પરબની વિઝીટ કરાવી હતી અને મીડિયાએ પણ ખરેખર વિદ્યાર્થીઓની પીવાના પાણીની સમસ્યા ગંભીર હોવાનું જણાવતા કોલેજ સત્તાધીશોમાં ફફડાટ મચી ગયો હતો.
કોલેજમાં અભ્યાસ અર્થે આવતા કેટલાય વિદ્યાર્થીઓ પોતાના સ્કુલ બેગમાં પાણીની બોટલ રાખવા માટે મજબૂર થયા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જાેવા મળ્યા હતા કોલેજમાં પીવાના પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં એટલે એક અઠવાડિયામાં દ્ગજીેંૈં દ્વારા કોલેજમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.