Western Times News

Gujarati News

ભરૂચની દહેજ બાયપાસ રોડની શ્યામવીલા રેસીડેન્સીમાં વીજ મીટરોમાં આગ લાગતા લોકો માં અફરાતફરી

રેસીડેન્સીના રહીશો જીવ બચાવી કોમ્પ્લેક્ષ નીચે દોડી આવ્યા: વીજ મીટરોમાં શોર્ટસર્કિટ થી આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો.


ભરૂચ: ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ શ્યામવિલા રેસીડેન્સી ના કોમ્પ્લેક્ષ ના વીજ મીટરો માં શોર્ટ સર્કિટ થી અચાનક આગ ભભૂકી ઉઠતા કોમ્પ્લેક્ષ ના રહીશો જીવ બચાવી કોમ્પ્લેક્ષ માંથી નીચે ઉતરી આવી ગયા હતા અને આગ ને ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.જે બાદ પણ આગ નહિ ઓળવાતાં ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ઘટના સ્થળે દોડી આવી આગ ને કાબુ માં લેતા રહીશો એ હાંશકારો અનુભવ્યો હતો.


ભરૂચ ના દહેજ બાયપાસ  રોડ પર આવેલ શ્યામવિલા રેસીડેન્સી ના કોમ્પ્લેક્ષ એ-૧ માં પાર્કિંગ માં મુકવામાં આવેલા વીજ મીટરો માં આજે સવાર ના સમયે અચનાક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠતા કોમ્પ્લેક્ષ ની લાઈટો ગુલ થતા તેમજ મીટરો માં આગ લાગી હોવાના હોબાળા ના પગલે કોમ્પ્લેક્ષ ના રહીશો પોતાનો જીવ બચાવી કોમ્પ્લેક્ષ માંથી નીકળી જવા દોટ મૂકી હતી.તો વીજ મીટરો માં આગ ની ઘટના માં વાહનો માં આગ ન પ્રસરે તે માટે લોકો એ પોતાના વાહનો ને હટાવા માટે દોડાદોડી કરી મૂકી હતી અને આગ ને કાબુ માં લેવા માટે દોડધામ મચાવી હતી અને આગ ઉપર કાબુ લેવાનો પ્રયાસ કર્યો હતો.

પરંતુ આગ ઉપર કાબુ મેળવવા આખરે નિષ્ફળતા મળતા ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા તેઓ એ દોડી આવી વીજ લાઈન બંધ કરી સળગી ઉઠેલા મીટરો પર પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબુ લેવામાં સફળતા મેળવી હતી.પરંતુ  વીજ પુરવઠો ગુલ થવાના કારણે રહીશો ને ભારે હાલાકી ભોગવવી પડતી હતી.પરંતુ વીજ મીટરો માં લાગેલી આગ કાબુ માં આવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.