ભરૂચની દેરોલ ચોકડી ઉપરથી ૨ દેશી પિસ્તોલ, ૨ મેગઝીન અને ૧૯ કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો

મૂળ દિલ્હીનો અને હાલ આમોદમાં રહેતો શખ્સ ઝડપાયો ઃ આરોપી બે વર્ષ મલેશિયા રહી આવેલ છે
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ તાલુકાના દેરોલ ચોકડી પરથી બે દેશી પિસ્તોલ તથા ૨ મેગજીન અને ૧૯કાર્ટીઝ સાથે એક ઈસમને ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો હતો.
આગામી રથયાત્રાના તહેવારને ધ્યાને લઈ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને તાજેતરમાં જ વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સાયખા જીઆઈડીસી નજીક ફાયરીંગ થી અંગત અદાવતમાં મર્ડર ની ઘટનાને લઈને આવી ગંભીર ઘટના ભવિષ્યમાં બનવા ન પામે તે અનુસંધાને જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લા ન્ઝ્રમ્,ર્જીંય્,
પેરોલ સ્કોર્ડ તથા ભરૂચ જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તથા ભવિષ્યમાં હથિયાર બાબતે ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઈસમો ઉપર સતત વોચ રાખવા સુચના આપેલ જે અનુસંધાને પોલીસ ઈન્સપેક્ટર ભરૂચ ન્ઝ્રમ્ ના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન મળેલ બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમ વોચમાં હતી.
તે દરમ્યાન દેરોલ ચોકડી ખાતે બાતમી મુજબનો ઈસમ ટ્રાવેલિંગ બેગ સાથે આવતા તેને પકડી લઈ તપાસતા તેની પાસેથી ગેરકાયદેસરની હાથ બનાવની ૨ પિસ્તોલ તથા વધારના એક્સ્ટ્રા ખાલી ૨ મેગજીન તેમજ ૭.૬૫ એમ.એમના ૧૯ જીવતા કાર્ટિઝ મળી આવ્યા હતા.
પોલીસે રૂ.૬૧,૬૧૦ ના મુદ્દામાલ સાથે તેની અટકાયત કરી પૂછપરછ કરતા આરોપીનું નામ મોહમદ સેરાજ અનવર ઉર્ફે સીરાજ મંજાેર આલમ અંસારી હાલ રહેવાસી એકતાગ્રીન સોસાયટી ભીમપુરા આમોદ અને મુળ રહેવાસી સુભાષ માર્કેટ,કોટલા મુબારકપુર,લોધીરોડ, દીલ્હી નો હોવાનું બહાર આવ્યું હતું.
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસમાં જણાયેલ કે ઝડપાયેલ આરોપી પોતાના આર્થિક ફાયદા માટે આ પિસ્તોલ બિહારના પટનાથી વેચાણ અર્થે લઈ આવેલ અને ભરૂચમાં વેચવાની ફીરાકમાં હતો.
આ ઉપરાંત આરોપી ભારતના અલગ અલગ રાજ્યો તથા ભારત બહાર મલેશીયા બે વર્ષ રહી આવેલ છે.આ હથીયાર કોની પાસેથી કેવી રીતે લાવ્યો? અને કોને આપવાનો હતો?આ પકડાયેલ હથીયાર સિવાય કોઈ હથિયારની હેરાફેરી કરેલ છે કે કેમ?તે બાબતે વધુ તપાસ પોલીસે હાથધરી છે. આગમી દિવસોમાં પણ ગેર કાયદેસર હથિયાર ધરાવતા ઈસમો ઉપર વોચ રાખી તથા ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા આવી જ રીતે કડકાઇ૪પુર્વક કામગીરી કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.*