ભરૂચની નર્મદા ચોકડી નજીક કારમાં એકાએક ભયકંર આગ.
ભરૂચની નર્મદા ચોકડી નજીક થી પસાર થતી કારમાં એકાએક ધુમાડા નીકળતા ચાલકની સમય સુચકતાના કારણે બચાવ.
(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લામાં આગના બનાવો વધી રહ્યા છે અને ઉપરાછાપરી આગના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે ભરૂચની નર્મદા ચોકડી નજીક થી પસાર થતી કારમાં એકાએક ધુમાડા નીકળતા ચાલકની સમય સુચકતાના કારણે ચાલકે કાર રોડની સાઈડ ઉપર ઉભી કરી દેઘી હતી.
પરંતુ જોત જોતામાં કાર આગની ઝપેટમાં આવી જતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી.ભરૂચ જીલ્લાના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર થી પસાર થતી એક ફોર વ્હીલર કારમાં એકાએક ધુમાડા નીકળવા લાગતા ચાલકે સમય સુચકતા વાપરી કારને રોડની સાઈડ ઉપર ઉભી કરી પોતે કાર માંથી નીકળી ગયા હતા
અને તે દરમ્યાન જોત જોતામાં કારમાં ભયકંર આગ ભભૂકી નીકળતા નજીકમાં પાર્ક કરેલા વાહન ચાલકોમાં પણ ફફડાટ મચી ગયો હતો.આગની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોને કરવામાં આવતા તેઓએ ફાયર બંબા સાથે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો,પરંતુ કાર માં લાગેલી ભયંકર આગના કારણે બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.