ભરૂચની નિધિ વિદ્યાભવનમાં સાયન્સ અને મેથ્સ પ્રદર્શનનું આયોજન
૩૦૦ છાત્રોઓએ વિવિધ પ્રોજકેટો પ્રદર્શન અર્થે મુક્યા.
ભરૂચ: ભરૂચ ની નિધિ વિદ્યાભવન ઈંગ્લીશ મીડીયમ શાળા માં વાર્ષિક સાયન્સ અને મેથ્સ (વિજ્ઞાન) પ્રદર્શનનું આયોજન કરાયું હતું।જેમાં ચીફ ગેસ્ટ તરીકે દિનેશ મકવાણા ઉપસ્થિત રહી સાયન્સ અને મેથ્સ (વિજ્ઞાન) પ્રદર્શન ખુલ્લુ મુક્યુ હતું.
ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર ના તુલસીધામ વિસ્તાર માં આવેલ નિધિ વિદ્યાભવન માં વાર્ષિક સાયન્સ અને મેથ્સ (વિજ્ઞાન) પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચીફ ગેસ્ટ તરીકે દિનેશ મકવાણા,અતિથિ વિશેષ નરેન્દ્રભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને શાળા માં ૫૦ થી વધુ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા હતા.
જેમાં શાળા ના વિદ્યાર્થીઓ નું વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને સન્માન પત્રો ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે અનેયાત કરાયા હતા.ચીફ ગેસ્ટ દિનેશ મકવાણાનું શાળા ના આચાર્ય ગીતાબેન બેનર્જી ના હસ્તે સન્માન પત્ર પણ અનેયાત કરાયુ હતું અને શાળા માં વિવિધ ક્લાસ રૂમ માં વાર્ષિક સાયન્સ અને મેથ્સ (વિજ્ઞાન) પ્રદર્શનનું રીબીન કાપી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.જેમાં આચાર્ય કુમારભાઈ દાદલાની તથા શાળા ના શિક્ષકો પન ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ વિવિધ પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.