ભરૂચની લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા બુકમાર્ક બનાવ્યો : સ્યાહી પેનથી સુંદર ચિત્રાંકન કરવામાં આવ્યું
(વિરલ રાણા) ભરૂચ,
ભરૂચની કે.જે.ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અનોખી રીતે ઉજવામાં આવ્યો હતો.જેમાં ગ્રંથપાલ દ્વારા બૂકમાર્ક બનાવવામાં આવ્યા જેના પર સ્યાહી પેનથી સુંદર ચિત્રાંકન કરવામાં આવ્યું છે.જે આઝાદી કા અમૃત મહોત્સવ અને નેશનલ લાયબ્રેરી દિવસને સમર્પિત કરવામાં આવેલ છે.
બુકમાર્કએ પુસ્તકોમાં મૂકવામાં આવે છે તેનાથી વાચકોને પુસ્તકોના પેજ વાળવા પડતાં નથી. જેનો ફાયદો એ પણ છે કે, પુસ્તકોનું સૌંદય જે પાનાં વાળવાથી ખરાબ થાય છે.તે થતું નથી અને પુસ્તકનું આયુષ્ય લાબુ થાય છે. આજે લાયબ્રેરી સાયન્સના પિતામહ ગણાતા એસ.આર રંગનાથનનો જન્મ દિવસ પણ છે.
એસ.આર.રંગનાથન કે જેઓ એક લાયબ્રેરીયન હતા અને તેઓએ લાયબ્રેરીના ઉપયોગને વધુ સરળ બનાવવા માટે અનેક સંશોધન કર્યા હતા અને તેમના આ સંશોધનને કારણે લાયબ્રેરીનો ઉપયોગ તેના વાચકો માટે વધુ સરળ બન્યો.આજે આખું ભારત વર્ષ તેમના જન્મ દિવસને રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ તરીકે ઉજવે છે.
પુસ્તકો પણ આપણાં દેશની આઝાદીના લડવૈયા હતા અને તેઓ મૌન રહી મોહનને પ્રેરિત પણ કહી શકાય કે આપણી આઝાદીના સંઘર્ષમાં પુસ્તકોનું પણ એટલું જ યોગદાન રહી છે અને એ આઝાદીને ઉન્નત મુકામે લઈ જવામાં પણ રહેશે.પુસ્તકોની સાચવણી પણ એક ઉત્તમ સેવા છે જેના ભાગરૂપે આ બુકમાર્ક બનાવવામાં આવ્યા છે.ટૂકમાં દેશની સંપત્તિને નુકશાન થતું અટકાવવું એ પણ એક રાષ્ટ્રસેવા જ છે આમ દેશ સેવાના અનેક વિકલ્પો છે જે અમલમાં મૂકવામાં આવે તો આપણું રાષ્ટ્ર સતત ઉન્નતિ પ્રાપ્ત કરતું રહેશે એમાં કોઈ જ શંકા નથી.