Western Times News

Gujarati News

ભરૂચની લાયબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસના ભાગરૂપે ભારતવર્ષની આઝાદીમાં પુસ્તકોનું યોગદાન યાદ કરાયું

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચની કે જે ચોક્સી પબ્લિક લાયબ્રેરીમાં વિશ્વ પુસ્તક દિવસ અને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નર્મદા કેલેરોક્ષ પબ્લિક સ્કૂલના કુલ ૬૦ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો અને વિશ્વ પુસ્તક દિવસના માનમાં પુસ્તકોમાં મૂકવાના બૂકમાર્ક બનાવી ઉજવ્યો.

ગ્રંથપાલે જણાવ્યુ હતું કે આપણું સમસ્ત ભારત વર્ષ આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે.પણ આ આઝાદી મળવામાં પુસ્તકોનું પણ એટલું જ મહત્વનુ યોગદાન રહ્યું છે.જેમના સ્મર્ણાર્થે આ લાયબ્રેરી છે એ સ્વ.કાંતિલાલ જેકીશનદાસ ચોક્સી પણ એક સ્વાતંત્ર્ય સેનાની હતા

અને તેઓને વાંચનનો શોખ હતો અને તેમાથી જ તેઓને સ્વતંત્રતા આંદોલનમાં જાેડાવાની પ્રેરણા મળી હતી.વર્ષ ૧૯૭૫ માં તેઓને તામ્રપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું. અને એ જ સ્મરણાર્થે તેમના પુત્ર ગૌતમભાઈ ચોક્સીએ વિશાળ પુસ્તકાલય ભરુચને ભેટ ધર્યું છે .

આપણે અંગ્રેજાેની ૨૦૦ વર્ષની ગુલામીમાથી ભારતને આઝાદી અપવાવવામાં જે વીર સપૂતોએ યોગદાન આપ્યું છે એમાં પુસ્તકોની પણ ભૂમિકા રહી છે. જનજનમાં આઝાદીની ચેતના જગાડવામાં વિરપુરુષોના વિચારોને શબ્દદેહનું રૂપ આપી પુસ્તકની રચના કરી એ પુસ્તકો, અખબારો,નાના નાના ચોપાનીયાંઓએ ચિનગારીનું કામ કર્યું છે

જેનાથી દેશની જનતામાં માતૃભૂમિની આઝાદી માટે ચેતના પ્રગટે અને તેઓએ એમ કર્યું પણ ખરું.આઝાદી માટે યોગદાન આપનારા આપણાં એ વીર સપૂતોના વિચારો થકી પ્રકાશિત થયેયા પુસ્તકો તથા આપણાં પ્રાચીન ગ્રંથોનો મહત્વનો ફાળો રહ્યો છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પોતાની મૂંઝવણના ઉકેલ ભગવદ ગીતામાથી મેળવી એને અમલમાં મૂક્યા છે એ વાતનું ઈતિહાસ સાક્ષી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.