ભરૂચની સરકારી કચેરીઓમાં અરજદારો માસ્ક વિના જ કતારોમાં ઉભા રહેતા કોરોનાનું સંક્રમણ ફેલાવાની દહેશત

મામલતદાર કચેરી માં સ્ટેમ્પ પેપર માટે વિદ્યાર્થીઓ સહીત વિધવા સહાય સહીતની કામગીરી માટે અરજદારોની લાંબી કટારો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ માં કોરોના વાયરસ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે.ત્યારે કોરોના વાયરસ થી સાવચેતી ના ભાગરૂપે સોશ્યલ ડીસન્ટન્સ જરૂરી બની ગયું છે.પંરતુ ભરૂચ ની સરકારી કચેરીઓ માં અનેક ખાસ કરી મામલતદાર કચેરી માં સ્ટેમ્પ પેપર આવક ના દાખલા,વિધવા સહાય ફોર્મ સહીત ની વિવિધ કામગીરી માટે ભારે ભીડ જમાવી રહ્યા છે.ત્યારે સરકારી કચેરીઓ માં જ સોશ્યલ ડીસન્ટન્સ ન જળવાતું હોય જન કારણે કોરોના વાયરસ વધુ ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે.
ભરૂચ જિલ્લા માં કોરોના વાયરસે સેન્ચુરી વટાવી દીધી છે.ત્યારે કોરોના વાયરસ થી સાત લોકો એ જીવ પણ ગુમાવી ચુક્યા છે.ત્યારે લોકો માં સાવચેતી નો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે સરકારી કચેરી માં સોશ્યલ ડીસન્ટન્સ સાથે સરકારી કચેરી શરુ કરવા માટે સરકારે આહવાન કરતા ભરૂચ ની સરકારી કચેરીઓ પુનઃ ધમધમતી થઈ છે પંરતુ સોશ્યલ ડીસન્ટન્સ ના નિયમો ના ઉલ્લઘન થઈ રહ્યા છે.ત્યારે ભરૂચ ના મામલતદાર કચેરી માં તાજેતર માં વિવિધ ઉચ્ચતર અને માધ્યમિક ના પરિણામો આવતા જ અન્ય કોલેજો અને વધુ શિક્ષણ મેળવવા માટે એડમિશન માટે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ એ ડોટ મૂકી છે.
ત્યારે એડમિશન માં સોગંધનામુ,આવક નો દાખલ સહીત ના દસ્તાવેજ ની જરૂર હોવાના કારણે લોકો એ મામલતદાર કચેરી માં સ્ટેમ્પ પેપર,આવક ના દાખલ,વિધવા મહિલા ઓ વિધવા સહાય માટે દસ્તાવેજી ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે ભારે ભીડ જમાવી રહ્યા છે.ત્યારે કોરોના વાયરસ ની મહામારી માં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે કોરોના સરકારી કચેરીઓ માંથી જ વધુ ફેલાઈ તેવી દહેશત વર્તાઈ રહી છે.ત્યારે સરકારી કચેરીઓ માં પણ સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન થાય તે જરૂરી છે.