Western Times News

Gujarati News

ભરૂચની સેવાશ્રમ હોસ્પીટલમાં Covid-19 વોર્ડ શરૂ કરાયો

હોસ્પીટલની બહાર ઉભી રહેતી શાકભાજીની લારીઓને સામેના હોસ્ટેલ ગ્રાઉન્ડ માં ખસેડવામાં આવે તો સંક્રમણ ઘટાડી શકાય.

સતત શાકભાજી અને ફ્રૂટ ની લારી સહીત વાહન ચાલકોની અવરજવર થી કોરોના નું સંક્રમણ ફેલાવાની દહેશત.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ સતત વધી રહ્યું છે.ત્યારે ગતરોજ હાફ સેન્ચ્યુરી માર્યા બાદ હજુ પણ કોરોના નું સંક્રમણ યથાવત રહયું છે.ટાયરે ભરૂચ ના સેવાશ્રમ રોડ ઉપર જાહેરમાર્ગ ઉપર જ શાકભાજી અને ફ્રૂટ ની લારીઓ વાળાઓ ના અડિંગાઓ થી સતત માર્ગ લોકો થી ધમધમતો જોવા મળી રહ્યો છે.ત્યારે જાહેરમાર્ગો ઉપર વેપાર કરનાર લારી ગ્રાહકો ને રોડ ની બાજુ માં આવેલું વિશાળ હોસ્ટેલ ગ્રાઉન્ડ માં ખસેડવામાં આવે તો કોરોના નું સંક્મણ પણ નાથવાના પ્રયાસો કરી શકાય.પરંતુ તંત્ર કોઈપણ કઠિન નિર્ણય લઈ શકતું નથી.

ભરૂચ જીલ્લા માં કોરોના નું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે.ત્યારે ભરૂચ જીલ્લા માં ગતરોજ 47 જેટલા કોરોના પોઝીટીવ ના કેસ નોંધાઈ ચુક્યા હતા.ત્યારે આજરોજ પણ કોરોનાએ પોતાની હાજરી પુરાવી છે.ત્યારે ભરૂચ જીલ્લા ના તમામ બજારો ધમધમી રહ્યા છે.ટાયરે ભરૂચ ના સેવાશ્રમ રોડ ઉપર સવાર થી જ રોડ ની બંને સાઈડ ઉપર શાકભાજી અને ફ્રૂટ ની લારીઓ વાળાઓ અડિંગો જમાવી પોતાનો વેપાર કરી રહ્યા છે.જેના કારણે ગ્રાહકો ની તથા વાહન ચાલકો ની સતત અવરજવર ના કારણે સમગ્ર માર્ગ ધમધમી રહ્યો છે અને આજ માર્ગ ને અડીને આવેલ સેવાશ્રમ હોસ્પીટલને કોવિદ હોસ્પીટલ તરીકે ઉપયોગ માં લેવામાં આવ્યો છે.ત્યારે સતત આ માર્ગ ધમધમી રહ્યો છે.

જેના પગલે જાહેરમાર્ગો ઉપર રોડ ની બંને સાઈડ અડિંગો જમાવનાર શાકભાજી અને ફ્રૂટ ની લારીઓ વાળાઓ ને આ રોડ ની બાજુ માં આવેલ વિશાળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ની ખુલ્લી જગ્યા માં ખસેડવામાં આવે તો આ માર્ગ ઉપર લોકો ની સતત ચહલ પહલ ઉપર ધટાડો થઈ શકે હે.ટાયરે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાલી ખમ જોવા મળી રહ્યું છે.જ્યારે જાહેરમાર્ગ સતત ધમધમતો જોવા મળી રહ્યો છે.

ભરૂચ જીલ્લા માં કોરોના સંક્રમણના કારણે શાકભાજી બજારો બંધ કરી દેવાયા છે.જેના પગલે શાકભાજી નો વેપાર કરતા વેપારીઓ પોતાનો વેપાર કરવા માટે રોડ ઉપર ઉતરી આવ્યા છે.જેના પગલે ભરૂચ ના પાંચબત્તી થી લીંકરોડ સુધી ના જાહેરમાર્ગ ઉપર જ શાકભાજી અને ફ્રૂટ ની લારીઓ વાળાઓ ને અડિંગો જમાવ્યો છે.તો પાંચબત્તી થી સ્ટેશન રોડ,જ્યોતિનગર થી ઝાડેશ્વર ચોકડી સુધી,ધોળીકૂઈ બજાર થી હાજીખાના બજાર સુધી તથા લલ્લુભાઈ ચકલા,કોઠી રોડ,કતોપોર બજાર,બંબાખાના,મહંમદપુરા થી બાયપાસ સુધી ના તમામ જાહેરમાર્ગો ઉપર શાકભાજી ના પથારા અને લારીઓ વાળાઓ અડિંગો જમાવી વેપાર કરી રહ્યા છે.ત્યારે ભરૂચ માં અનેક જગ્યાઓએ ખુલ્લા ગ્રાઉન્ડ આવેલા છે તો આવી જગ્યાઓ ઉપર વેપારીઓ ને તંત્ર દ્વારા જગ્યા ફાળવવામાં આવે તો પણ કોરોના નું સંક્રમણ અટકાવી શકાય તેમ ચર્ચા ચાલી રહી છે.


ભરૂચ ના સેવાશ્રમ રોડ ની બંને સાઈડ શાકભાજી અને ફ્રૂટ ની લારીઓ વાળાઓ ના અડિંગા થી સાત માર્ગ ભરપૂર જોવા મળી રહયો છે અને કોરોના નું સંક્રમણ વધુ ફેલાઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.ત્યારે આજ માર્ગ ની બાજુ માં આવેલ વિશાળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ની ખુલ્લી જગ્યા બિનઉપયોગી છે તો આ જગ્યા માં લારી ધારકો ને ખસેડવામાં આવે તો આ માર્ગ ઉપર લોકો ની અવરજવર અંકુશ મેળવી શકાય.કારણ કે આ જ માર્ગ ઉપર સેવાશ્રમ હોસ્પીટલ માં કોવિદ વોર્ડ પણ ચાલી રહ્યો છે.તસ્વીર માં જાહેરમાર્ગ ઉપર અડિંગો જમાવી વેપાર કરતા લારી ધારકો અને સતત ધમધમતો માર્ગ નજરે પડી રહ્યો છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.