ભરૂચનું વિશ્વ શાંતિ મહાકાળી માતાજીનું મંદિર બંધ રહેતા ગેટની બહાર થી ભક્તો કરી રહ્યા છે દર્શન
કોરોનાની મહામારીના કારણે સરકારની ગાઈડલાઈન બાદ પણ સાવચેતીના ભાગરૂપે બંધ
દર મંગળવારે માતાજીના દર્શન અર્થે ગુજરાતભર માંથી હજારો દર્શનાર્થીઓ ઉમટતા હોવાના કારણે સરકારીની ગાઈડલાઈન નું પાલન થઈ શકે તે શક્ય નહિ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના પગલે સરકાર દ્વારા લોકડાઉન લાગુ પાડવામાં આવ્યું હતું.મહામારી ભયંકર હોવાના કારણે તમામ ધાર્મિક સ્થળો ને પણ બંધ કરી દેવાયા હતા.પરંતુ કોરોના થી ક્યાં સુધી ડરી ને રહીશું તેવા નિર્ણયને લઈ સરકાર પણ ધાર્મિક સ્થળો ખોલવા માટે ની પરવાનગી સાથે કેટલાક નીતિ નિયમો બનાવ્યા છે.
છતાં પણ ભરૂચના ધણા એવા ધાર્મિક સ્થળો છે જે આસ્થા નું કેન્દ્ર હોવાના કારણે તેમજ માત્ર અઠવાડિયા માં એક જ દિવસ દર્શન અર્થે ખુલતા મંદિરો માં ભક્તોનો ધસારો થતો હોવાના કારણે સરકાર ના નીતિ નિયમોનું પાલન ન થાય તેવી દહેશત ના પગલે મંદિરો હજુ પણ બંધ રાખ્યા છે.જેના કારણે ભક્તો મંદિરના ગેટ બહાર થી જ દર્શન કરી વિલા મોઢે ફરી રહ્યા છે.
ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ થી માત્ર ૭ કિલો મીટર દુર આવેલ ઓસારા ગામમાં વિશ્વ શાંતિ મહાકાળી મંદિર સમગ્ર ગુજરાતના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચુક્યુ છે.જેમ પાવાગઢ ના માતાજીના દર્શન નું મહાત્મય છે તેટલું જ મહાત્મ્ય ઓસારા ગામમાં સ્થાપિત મહાકાળી માતાજી ના દર્શન નું મહાત્મ્ય રહેલું છે.જેમાં સમગ્ર વિશ્વ માં શાંતિ સ્થપાય તેના ભાગરૂપે મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું હતું
અને આ મંદિરે સમગ્ર ગુજરાતભર માંથી દર મંગળવારે દર્શનાર્થીઓ માતાજી ના દર્શન અર્થે ઉમટી પડતા હોય છે.પરંતુ માર્ચ મહિના થી સમગ્ર વિશ્વ માં કોરોના ની મહામારી એ લોકોના હાલ બેહાલ કર્યા છે અને આ મહામારી વધુ ન વકરે તે માટે સરકારે તમામ ધાર્મિક સ્થળોને બંધ કરી દેવાના આદેશ આપ્યા હતા.
જેના પગલે તમામ ધાર્મિક સ્થળો બંધ રહ્યા હતા અને ૬ મહિના સુધી ધાર્મિક સ્થળો બંધ રહ્યા બાદ કોરોના થી ક્યાં સુધી ડરી ને રહીશું તેમ નાયબ મુખ્યમંત્રી એ જણાવી ધીરેધીરે સરકાર ની ગાઈડલાઈન અને નીતિ નિયમ મમુજબ વેપાર ધંધા શરૂ કરવાની પરવાનગી આપ્યા બાદ ધાર્મિક સ્થળો પણ ખોલી શકાશે અને દરેક ધાર્મિક સ્થળો ઉપર સેનીટાઈઝર,માસ્ક,સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન કરી મંદિર ખોલી શકાશે.જેના પગલે કેટલાક મંદિરો દર્શન અર્થે ખુલ્લા મુકાયા છે.
પરંતુ ભરૂચ જીલ્લામાં વિશ્વ શાંતિ ઓસારા મહાકાળી માતાજીનું મંદિર જે માત્ર દર મંગળવારે જ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવતા મોટી સંખ્યા માં સમગ્ર ગુજરાતભર માંથી દર્શનાર્થીઓ ઉમતા હોવાના પગલે મંદિર સંકુલ ભક્તો થી ઉભરાઈ ઉઠતું હોય અને સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાઈ
તેવી દહેશતના પગલે હજુ પણ માતાજીનું મંદિર બંધ રાખવામાં આવતા દર મંગળવારે ઓસારા મંદિરે દર્શન અર્થે ગુજરાતભર માંથી દર્શનાર્થીઓ આવતા હોવાના કારણે મંદિર પણ બંધ રહેતા ભક્તો મંદિર ના ગેટ ની બહાર માતાજીના દર્શન કરી ગેટ નજીક જ પ્રસાદ ધરાવી દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે વિલા મોઢે નારાજ થઈ પરત ફરી રહ્યા છે.
તો મંદિર ના સંચાલકો એ જણાવ્યું હતું કે આ મંદિરે સમગ્ર ગુજરાતભર માંથી હજારો ની સંખ્યા માં દર્શનાર્થીઓ ઉમટતા હોય અને કોરોના ની મહામારી માં સરકાર ના નીતિ નિયમો નું પાલન થઈ શકે તેમ ન હોઈ અને કોઈ એક ભક્ત સંક્રમિત હોય તે અન્ય ભક્તો ને સંક્રમિત કરી શકે તો કોરોના ની મહામારી વધુ ફેલાઈ શકે તેવી દહેશત હોવાના કારણે જ્યાં સુધી કોરોના મહામારી અંકુશ માં નહિ આવે ત્યાં સુધી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં નહિ આવે.દર્શનાર્થીઓ નારાજ થઈ પરત ફરી રહ્યા છે જેનું અમોને દુખ છે પરંતુ આ મહામારી જીવલેણ હોવાના કારણે ભક્તો ની સુરક્ષા પણ જરૂરી હોવાના કારણે મંદિર બંધ રાખવાની ફરજ પડી રહી છે. નવરાત્રીમાં ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવશે.
સમગ્ર વિશ્વ માં કોરોના ની મહામારી ના પગલે આ મહામારી એકબીજા ના સંપર્ક માં આવવાથી ફેલાતી હોવાના કારણે મંદિર બંધ રાખવામાં આવે છે અને મંદિર માં આસો નવરાત્રીમાં ભક્તો નો દર્શન અર્થે ધસારો વધુ માત્રામાં હોય છે પરંતુ આસો નવરાત્રી માં પૂજા અર્ચના કરવામાં આવશે.પરંતુ અને દર્શન અર્થે મંદિર ખુલ્લું મુકવું નહિ તે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.