ભરૂચનો ૧૪ વર્ષીય અનમોલ શાસ્ત્રી “કોન બનેગા કરોડપતિ જુનિયર” શોમાં હોટસીટ પર પહોંચ્યો
લાખોની રકમનો વિજેતા બનનાર અનમોલને બચપણ થી જ નવું નવું જાણવાનો અને વાંચવાનો શોખ.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચનો ૧૪ વર્ષીય અનમોલ શાસ્ત્રી “કોન બનેગા કરોડપતિ” જુનિયર શોની હોટ સીટ પર પહોંચી ૨૫ લાખ પોઈન્ટ સુધી પોહચ્યો હતો.લાખોની રકમનો વિજેતા બનનાર અનમોલને બચપણ થી જ નવું નવું જાણવાનો અને વાંચવાનો શોખ છે.
બીગ બી સંચાલિત કોન બનેગા કરોડપતિ જેવા ટીવી શો ની પોપ્યુલારીટી અને અમિતાભ બચ્ચન સામે બેસવા સાથે તેના સવાલોના જવાબ આપવા અનેક લોકો ઈચ્છા કરતા હોય છે.પરંતુ કોરોડો માં કોઈક જ તેમાં નસીબદાર સાબિત થતા હોય છે.કોન બનેગા કરોડપતિ શો ના સ્ટુડન્ટ્સ સ્પેશ્યલ વીક અંતર્ગત જુનિયર શો ચાલી રહ્યો છે.જેમાં દેશનાં અનેક બાળકોએ ભાગ લીધો હતો.જે વચ્ચે થી પ્રથમ ટોપ ૧૦ માં અને બાદમાં હોટ સીટ સુધી ભરૂચનો અનમોલ શાસ્ત્રી પહોંચ્યો હતો અને એ બાદ એક પછી એક અમિતાભ બચ્ચનનાં કોમ્પ્યુટર સ્ક્રીન દ્વારા પૂછવામાં આવેલ સવાલોનાં અનમોલે વિશ્વાસ પૂર્વક અને અત્યંત સહજતા થી જવાબો આપ્યા હતા.
મૂળ મધ્યપ્રદેશ અને હાલ ભરૂચ જીલ્લાના દહેજની કંપનીનાં સેફટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીનાં પુત્ર અનમોલે આ સિદ્ધિ હાંસલ કરતા ભરૂચ સહિત સમગ્ર ગુજરાત અને તેના પરિવારજનો અને મિત્ર મંડળમાં ખુશીની લહેર જોવા મળી હતી.અત્યંત સહજ જણાતા અનમોલ તેની આ સિદ્ધિ માટે તેનું વાંચન અને નવું નવું જાણવાની જિજ્ઞાસા હોવાનું જણાવે છે.હાલ માં તે એક યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવતો હોવાનું કહી બીગ બી પણ તેની ચેનલ નું પ્રમોશન સોસીયલ મીડિયા પર કરવાની ખાતરી આપી હોવાનું કહી તે પોતાને ભવિષ્ય માં ડોકટર બનાવાની મહેચ્છા હોવા નું કહી રહ્યો છે.
તેના માતા પિતા પણ પુત્ર અનમોલ ની આ સિદ્ધિ થી અત્યન્ત ગૌરવ ની લાગણી અનુભવી તેવો પણ આ શો માં જઈ શક્યાં તે માટે ખુશ ખુશાલ જણાય છે.બાળપણ થી જ અનમોલ વિશિષ્ટ બાળક હોવાનું પણ તેવો જણાવે છે.
અનમોલ શાસ્ત્રીએ આ શો માં ૨૫ લાખની રકમનો વિજેતા બન્યો હતો.
તેમજ ૫૦ લાખ માટે પૂછવામાં આવેલ એક સવાલનો અનમોલ પાસે યોગ્ય ઉત્તર ન હોવાના કારણે તેણે ગેમ છોડી હતી.જોકે અનમોલ શાસ્ત્રીની આટલી નાની વયની ઉંમરમાં આટલા અનુભવી સવાલોનાં જવાબો આપવાની સિદ્ધિને લોકોએ ચોતરફ પ્રશંસા હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.