ભરૂચ,પશ્ચિમ વિસ્તારના જાહેરમાર્ગોનું કાર્પેટીંગ શરૂ કરવામાં આવ્યું

ભરૂચ: ભરૂચ શહેરમાં તાજેતરમાં વરસેલા વરસાદમાં શહેર ના તમામ માર્ગો બિસ્માર બની ગયા છે.જેના કારણે માર્ગો ની મરામત અને નવીનીકરણ માટે પાલિકા હદ વિસ્તાર માં સાડા પાંચ કરોડ ની ફાળવણી કરાઈ છે.
જેનાપગલે આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી પહેલા ભરૂચ ના તમામ બિસ્માર માર્ગો નું નવીનીકરણ અને કાર્પેટીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.જેના પગલે હાલતો માર્ગ ની રીનોવેશન અને ગાબડા પુરવાની કામગીરી માં અધિકારીઓ અને કોન્ટ્રાકટરો ને દિવાળી ટાણે ધી કેળા થઈ રહ્યા હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.
ભરૂચ જીલ્લામાં વરસેલા વરસાદ થી શહેર સહીત નવ તાલુકાઓના માર્ગોનું સત્યાનાશ વળી ગયું છે.જેના કારણે કેટલાક લોકો બિસ્માર માર્ગના કારણે અકસ્માતનો ભોગ પણ બની રહ્યા હતા
અને જીવ પણ ગુમાવી રહ્યા હતા.ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના પડધમ વાગી રહ્યા છે.જેના કારણે ભરૂચ નગર પાલિકાની હદ વિસ્તારમાં આવતા બિસ્માર માર્ગો અને સોસાયટી વિસ્તરો તથા શેરીઓ સહીતના જાહેરમાર્ગો બિસ્માર બનતા તેની કાર્પેટીંગ શરૂ કરવામાં આવી છે.
ત્યારે દિવાળી ટાણે જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં રોડ બનાવવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે અને શહેર ના તમામ માર્ગો નું નવીનીકરણ કરી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી પૂર્વે મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હોય તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
જોકે એક વાત તો નિશ્ચિત છે માર્ગો બનાવવાની કામગીરી માં કોન્ટ્રાકટરો અને અધિકારીઓ ની દિવાળી સુધારી જશે તેવી વાત ને લઈને પણ લોકો માં કુતુહલ સર્જાઈ રહ્યું છે.ત્યારે તાજેતર માં બની રહેલા માર્ગો ની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થયા છે.
ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર પણ શહેર ના વિવિધ વિસ્તારો માં બની રહેલા માર્ગો ની ગુણવત્તા ચકાસવા માટે એક સમિતિની રચના પણ કરવામાં આવે તે જરૂરી છે.કારણ કે ભરૂચ માં તૈયાર થતા માર્ગો છ મહિના માં જ બિસ્માર બની જતા હોય છે.ત્યારે કોન્ટ્રાકટરો ને જે કામ આપવામાં આવે છે
તે કામ કેટલા વર્ષો સુધી ટકી શકે તે અંગે ની વોરંટી પણ આપી શકતા નથી અને માત્ર કોન્ટ્રાકટરો સાથે કેટલાક અધિકારીઓ ના સેટિંગ.કોમ ના કારણે માર્ગો બનાવવામાં ભ્રષ્ટાચાર થતા હોય
પરંતુ આવા કોન્ટ્રાકટરો સાથે અધિકારીઓ ની મિલીભગત થી ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવા આક્ષેપો વાહન ચાલકો કરી રહ્યા છે.
ભરૂચ માં બિસ્માર માર્ગોની કામગીરી માટે વિવિધ ગ્રાન્ટો માંથી સાડા પાંચ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવશે.ત્યારે જાહેરમાર્ગો બનાવવામાં કેટલો ભ્રષ્ટાચાર થશે તે પણ એક ચર્ચા નો વિષય બની ગયો છે.
સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીને લઈ રહેણાંક વિસ્તારો માં પણ આરસીસી રોડ બનવવાનો ધમધમાટ.
આગામી દિવાળી બાદ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના એંધાણ વર્તાઈ રહ્યા છે પરંતુ કોરોના મહામારી ના કારણે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ૯૦ દિવસ લંબાવાઈ છે.
જેનાપગલે ભરૂચ જીલ્લા માં મતદારો ને રીઝવવા માટે નગર પાલિકા દ્વારા જાહેરમાર્ગો સાથે હવે રહેણાંક વિસ્તારોમાં પણ મતદારોને રીઝવવા માટે આરસીસી રસ્તા બનવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.ત્યારે એક વાત નિશ્ચિત છે કે ફરી એકવાર ઉમેદવારો વિકાસ ના નામે મતદારો પાસે મત ની આશાઓ રાખશે.