ભરૂચમાં આસો નવરાત્રીનું સમાપન થતાં જવારા વિસર્જન યાત્રાઓ નીકળી

(પ્રતિનિધિ) ભરૂચ : માં જગદંબા ની આરાધના નો પર્વ આસો નવરાત્રી ના નવ દિવસ માં ની ભક્તિ માટે જવારા નું સ્થાપન કરી નવ દિવસ ઉપવાસ કરી ભક્તિભાવ પૂર્વક આસો નવરાત્રી ની ઉજવણી બાદ આસો નવરાત્રી ના સમાપન ના વિજ્યાદશમી ના દિવસે ભક્તો એ જવારા નું નર્મદા નદી માં વિસર્જન કરવા માટે વિવિધ સ્થળો એ થી ભવ્ય જવારા વિસર્જન યાત્રાઓ નીકળી હતી.
ભરૂચ જીલ્લા માં ૨૯ મી સપ્ટેમ્બર ના રોજ થી આસો નવરાત્રી નો શુભારંભ થયો હતો.અને માઈ ભક્તો એ માં જગદંબા ની આરાધના કરવા માટે નવ દિવસ માટે પોતાના ઘરે જવારા નું સ્થાપન કરી નવ દિવસ સુધી જવારા નું પૂજન અર્ચન કરી ઉપવાસ કરવા સાથે નવ દિવસ ભક્તિ ભાવપૂર્વક માં જગદંબા ની આરાધના કરી હતી.
.જે નવ દિવસ બાદ આસો નવરાત્રી ના સમાપન નિમિત્તે વિજ્યાદશમી ના દિવસે ભાવિક ભક્તો એ પોતાના ઘરે સ્થાપન કરેલા જવારાઓ ને વિસર્જન કરવા માટે ભવ્ય વિસર્જન યાત્રાઓ ભરૂચ ના મક્તમપુર બોરભાઠા બેટ તથા ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માંથી જવારા વિસર્જન યાત્રાઓ નીકળતા ભક્તો પણ માં ની ભક્તિ માં લીન બન્યા હતા.જે વિજ્યાદશમી ના દિવસે નવ દિવસ માટે સ્થાપના કરેલ જવારા નું નર્મદા નદી માં શાંતિપૂર્ણ માહોલ વિસર્જન કરી આસો નવરાત્રી નું સમાપન કર્યું હતું.*