ભરૂચમાં આ વર્ષે ૩૭,૯૮૧ દસ્તાવેજાે થતા સ્ટેમ્પ ડયુટી અને રજીસ્ટ્રેશનની ફી પેટે ૨૩૦ કરોડની આવક
(પ્રતિનિધિ) ભરૂચ, કોરોનાકાળમાં સામાન્ય માણસની આવક ઘટી હોવાની બુમરાણ છે. પણ તેનાથી સાવ વિપરીત સરકારની આવકમાં બમ્પર વધારો થયો છે.આ વર્ષે થયેલા દસ્તાવેજાેની નોંધણીમાં સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફી દ્વારા સરકારની તિજાેરીમાં ૨૩૦ કરોડની આવક થઈ છે.
જે પાછલા બે વર્ષની સરખામણીમાં સૌથી વધુ છે. સબ રજીસ્ટાર કિશોરભાઈ પટેલે આપેલી આંકડાકીય માહિતી મુજબ, ભરૂચ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ માં ૩૨,૩૨૨ દસ્તાવેજાેની નોંધણી થઈ હતી.૨૦૧૯ માં તેમાં ૧.૧૭ ટકા ઘટાડો થયો હતો અને ૨૮,૫૩૮ નોંધણી થઈ હતી.
પરંતુ ૨૦૨૧ નું વર્ષ સારૂ રહ્યુ હતું.ગત વર્ષની સરખામણીમાં દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ ૩.૩૦ ટકા વધ્યુ છે.અલગ અલગ કારણોસર ૩૭,૯૮૧ દસ્તાવેજાેની નોંધણી થઈ છે.આ રીતે જાે સરકારને થયેલી આવકની વાત કરીએ તો વર્ષ ૨૦૧૯ માં રજીસ્ટ્રેશન ફી થકી ૨૩.૨૭ કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીથી ૧૩૪ કરોડ મળી કુલ ૧૫૭.૪૭ કરોડની આવક થઈ હતી.
૨૦૨૦માં રજીસ્ટ્રેશન ફી થકી ૨૧.૨૦ કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીથી ૧૧૮ કરોડ મળી કુલ ૧૩૯.૯૪ કરોડની આવક થઈ હતી.ચાલુ વર્ષે આ આવકમાં ધરખમ વધારો થયો હતો.૨૦૨૧ માં રજીસ્ટ્રેશન ફી થકી ૩૬.૦૮ કરોડ અને સ્ટેમ્પ ડ્યુટીથી ૧૯૩.૯૮ કરોડ મળી કુલ ૨૩૦.૦૭ કરોડની આવક થઈ છે.આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે કોરોના કાળ દરમિયાન દસ્તાવેજ નોંધણીનું પ્રમાણ વધ્યુ છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના કાળ પછી સરકાર જંત્રીના ભાવ વધારી શકે છે તેવી ચર્ચા શરૂ થઈ છે.જેના પગલે એવા લોકોએ કે પેન્ડિંગ મિલકતના સોદા કરી ઝડપથી દસ્તાવેજ કરાવી લીધા હતા.આ ઉપરાંત કોરોના દરમિયાન જીંદગીનો કોઈ ભરોસો ન હોવાથી ઘણા લોકોએ પોતાના વીલ પણ કરાવ્યા હતા.