ભરૂચમાં કાજરા ચોથની ખત્રી સમાજ દ્વારા શ્રધ્ધાભેર ઉજવણી
(તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)
સિંધવાઈ માતાજીના મંદિર થી કાજરાની ભવ્ય શોભાયાત્રા નીકળી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર ના ખત્રી સમાજ દ્વારા કાજરા ચોથ ની પરંપરાગત રીતે શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં વિવિધ ધર્મ,સમાજ અને સંપ્રદાય ના ઉત્સવો,વ્રત અને તહેવારોની ઉજવણી નો મહિમા રહેલો છે. શ્રાવણ વદ ચોથ એટલે ખત્રી સમાજ માટે કાજરા ચોથ નું પર્વ.ભરૂચ શહેર અને જીલ્લા માં વસતા ખત્રી સમાજ ના પરિવારજનો દ્વારા કાજરા ચોથ ની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સિંધવાઈ માતાજી ના મંદિરે થી હિંગળાજ માતા ના પ્રતીકરૂપી કાજરા નું પૂજન અર્ચન કરી માથા પર મૂકી પરંપરાગત સંગીત ના તાલે નાચતા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ત્યાંથી ખત્રીવાડ ખાતે પહોંચતા સમાજ ના લોકો દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પરશુરામ જયારે ક્ષત્રીયોના નાશ માટે ક્રોધવશ જનૂને ચઢ્યા હતા ત્યારે ખત્રી સમાજ ના લોકો એ હિંગળાજ માતા નું શરણ લીધું હતું.જેમને તેઓ નું રક્ષણ કરવા સાથે પરંપરાગત કાપડ વણવાના વ્યવસાય આપ્યો હતો.ત્યાર થી કાજરા ચોથ ની ઉજવણી ખત્રી સમાજ દ્વારા કરવામાં આવતી રહી છે. ભરૂચ શહેર જીલ્લા માં વસતા ખત્રી સમાજ ના અગ્રણીઓ સહીત પરિવારજનો ઉત્સાહ અને શ્રધ્ધાભેર તેમાં જોડાયા હતા અને તહેવાર ની ઉજવણી કરી હતી.*