ભરૂચમાં કેરીનું ધુમ વેચાણ થતા ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા.

APMC બજારમાં ઈથેલિન નામના પાવડરથી કેરી પકવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ.
શું પાવડરથી પકવેલી કેરીઓ શરીરને અનુકૂળ ?
(વિરલ રાણા) ભરૂચ,બદલાતા વાતારવરણ અને માવઠાના કારણે ભરૂચ જીલ્લામાં કેરીનું ઉત્પાદન દોઢ માસ મોરૂ થશે તેઓ અભિપ્રાય તજજ્ઞનો દ્વારા રહ્યો છે.છતાં પણ ભરૂચ જીલ્લામાં મોટા પાયે કેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોવાના મીડિયાના અહેવાલ બાદ ભરૂચ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ એપીએમસી બજારમાં ચેકીંગ હાથધરતાં કેરીના જથ્થાઓ માંથી ઈથેલિન પાવડરની પડીકીઓ મળી આવવાનો ઘટસ્ફોટ થયો હતો.
પરંતુ આ પાવડરની પડીકીઓ ફળો પકવવા માટે માન્ય હોવાનું અધિકારીઓએ જણાવી આગળની કાર્યવાહી કરી હતી.સીઝન પહેલા જ ભરૂચ જીલ્લામાં કેરીનું ધૂમ વેચાણ થઈ રહ્યું હોય જેના પગલે આખરે બજારમાં કેરી ક્યાંથી આવી તે તપાસ કરતા મીડિયાના અહેવાલોમાં કેરીઓ પાવડર થી પકવતા હોવાનો વિસ્ફોટ થયો હતો.
જેના પગલે ભરૂચ જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ એપીએમસી બજારમાં તપાસ કરતા કેરીઓના બોક્ષ અને કેરેટ માંથી ઈથેલિન પાવડરની પડીકીઓ મળી આવતા આ પાવડર ફળો પકવવા માટે માન્ય હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું અને કાર્યવાહી હાથધરી હતી.
પરંતુ પાવડર થી પાકતી કેરીઓ શહેરીજનો માટે કેટલી લાભ દાયક છે જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.કારણકે આ પડીકી ઉપર સ્પષ્ટ લખેલ છે કે ફળોને પકવવા માટે ઉપયોગ કરવો અને બાળકો થી દૂર રાખવી ને મહેરબાની કરીને ખાવી નહિ.પરંતુ બજાર માંથી નીકળતી બિનઉપયોગી કેરીઓ કચરા માંથી શ્રમિક બાળકો વીણી રહ્યા છે.
ત્યારે આ પાવડરની પડીકી કોઈ શ્રમિક આરોગી લે તો તેનો જવાબદાર કોણ જેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.હાલ તો ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શહેરમાં વેચાતી કેરીઓ પાવડર થી પકવતા હોવાનો વિસ્ફોટ થયો છે.ત્યારે પાવડર થી પાકતી કેરીઓ સ્વાસ્થ્ય માટે કેટલી હાનિકારક છે કે નહિ તે એક તપાસનો વિષય છે.