ભરૂચમાં કોરોનાથી સુરક્ષા અંગે જનજાગૃતિ રેલી યોજાઈ
એનડીઆરએફ ની ટીમ સાથે પોલીસ અને વહીવટી તંત્ર કર્મચારીઓ રેલી માં જોડાયા.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ ખાતે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાથી સુરક્ષા અંગે જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વને હચમચાવી મુકનાર કોરોનાને નાથવા માટેના પ્રયાસો સમગ્ર વિશ્વ માં હાથ ધરવામાં આવી રહ્યા છે.કોરોનાથી રક્ષણ માટેની ગાઈડલાઈન સમયાંતરે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે.
તેના અમલ માટે તંત્ર દ્વારા તકેદારી રાખવા સાથે લોકોમા તે પ્રત્યે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ ની ટીમ સાથે ભરૂચ પોલીસ અને વહીવટી તંત્ર ના કર્મચારીઓની એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જનજાગૃતિ રેલી માં કોરોના થી સુરક્ષા માટેના માસ્ક,સોશ્યલ ડિસ્ટનસીસ તેમજ સેનેટાઈઝરનો ઉપયોગ જેવા સૂત્રો સાથેના બેનરો સાથે કર્મચારીઓ જોડાયા હતા.
રેલીને જીલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડીયાએ કોરોના અંગે શપથ લેવડાવી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ રેલી કલેકટર કચેરી સંકુલ થી નીકળી શક્તિનાથ થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોહચતા સમાપન થયું હતું.આ પ્રસંગે એસ.ડી.એમ નવનીત પ્રજાપતિ,ચીફ ઓફિસર સનજત સોની સહિત અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.