Western Times News

Gujarati News

ભરૂચમાં ખારીસીંગ બાદ ખેડૂતોના પીળા તરબૂચ પણ દેશ – વિદેશમાં વખણાયા.

 

ભરૂચ જીલ્લાના ખેડૂતોને વિશાલા પીળા તરબૂચના મળી રહ્યા છે ડબલ ભાવ.

ઝઘડિયા તાલુકાના ખેડૂતોએ પીળા તરબૂચોનું મબલખ પ્રમાણમાં કર્યું ઉત્પાદન : મેલોડી અને બાહુબલી નામના તરબૂચો કરતા વિશાલા તરબૂચની માંગ વધુ હોવાના જણાવતા ખેડૂત રવિશ રાવ.

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચ જીલ્લાની ખારીસીંગ આખા વિશ્વમાં પ્રચલિત છે તેમ હવે ભરૂચ જીલ્લાના વિશાલા પીળા તરબૂચ પણ પ્રચલિત બની રહ્યા છે.ભરૂચ જીલ્લાના નર્મદા નદીના કાંઠે ઉત્પાદન થતા આ વિશાલા પીળા તરબૂચ સ્વાદમાં મીઠા હોવાના કારણે ભરૂચ જીલ્લામાં મોટા પ્રમાણમાં આ તરબૂચની ખેતીનું ઉત્પાદન વધુ થતા આજે મેલોડી અને બાહુબલી તરબૂચ કરતા સૌથી વધુ વિશાલા પીળા તરબૂચના ડબલ ભાવ મળતા ઉત્પાદન વધુ થઈ રહ્યું છે.

ભરૂચ જીલ્લામાં કોરોનાકાળ બાદ ખેડૂતોએ કઈ ખેતી કરવી તે પ્રશ્ન મૂંઝવી રહ્યો હતો.પરંતુ કેટલાય ખેડૂતોએ ખેતી અંગેના તજજ્ઞ નિર્મલસિંહ યાદવ પાસે થી માર્ગદર્શન મેળવી ઉનાળાની સીઝનમાં તરબૂચનું વાવેતર ફળદાય રહે છે અને તેમાંય મેલોડી અને બાહુબલી નામના તરબૂચ કરતા વધુ વિશાલા પીળા તરબૂચ નામની પ્રજાતિના તરબૂચનું ઉત્પાદન કરવું તે વધુ લાભદાયક હોય છે.કારણ કે આ તરબૂચના ઉત્પાદન માટે કોઈ વાતાવરણ નડતું નથી અને એટલે જ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્વાદમાં મીઠા લગતા આ વિશાલા પીળા તરબૂચની માંગ રહેતી હોય છે.

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અછાલિયા ગામના ખેડૂત રવિશભાઈ રાવે પોતાની નવ એકર જમીનમાં ત્રણ પ્રજાતિના તરબૂચોનું ઉત્પાદન કર્યું છે.જેમાં મેલોડી,બાહુબલી અને વિશાલા પીળા તરબૂચનો સમાવેશ થાય છે.વિશાલા પીળા તરબૂચની ભારે માંગ ઉઠતા અને તેના ડબલ ભાવ ખેડૂતોને મળતા ખેડૂતોએ ખેતરમાં મોટા પાયે વિશાલા તરબૂચની ખેતી કરી હતી.જે માત્ર ૬૦ થી ૭ દિવસમાં પાક તૈયાર થઈ જાય છે.ત્યારે ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતો વિશાલા પીળા તરબૂચની ખેતી તરફ વળી રહ્યા છે અને કેટલાય ખેતરોમાં હાલ વિશાલા પીળા તરબૂચનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન કરી ચુક્યા છે.

જે થોડા દિવસો બાદ પાકને કાપી રાજ્ય માં નહિ પરંતુ દિલ્હી સહિત દેહ – વિદેશમાં આ વિશાલા પીળા તરબૂચની માંગ વધી રહી છે.જે માંગને અહીંયાના ખેડૂતો પૂરી પાડી રહ્યા છે.તો આ વિશાલા તરબૂચની ખેતીમાં ડબલ આવક થતા ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળતી હોય છે.
ભરૂચ જીલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરબૂચનું વેચાણ મોટા પ્રમાણમાં થતું હોય છે.પરંતુ આ વખતે ઉનાળાની સીઝનમાં મુસ્લિમ બિરદારોનો રમઝાન માસ ચાલતો હોય અને તેમાં મેલોડી અને બાહુબલી નામના તરબૂચ કરતા વિશાલા પીળા તરબૂચ ની માંગ વધતા તેનું વધુ ઉત્પાદન કરી મબલખ પાક મેળવી બજારમાં વેપારીઓ સુધી પહોંચાડી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં શિયાળો પૂર્ણ થાય ત્યારે આગામી સિઝન કઈ ખેતીને અનુકૂળ રહેશે તે પ્રશ્ન ખેડૂતોને મૂંઝવતો હોય છે.પરંતુ ભરૂચ જીલ્લાઆ ખેડૂતોએ ખેતીના તજજ્ઞનો માર્ગદર્શન હેઠળ આજથી ૬૦ દિવસ પહેલા ખેડૂતો પોતાના ખેતરમાં તરબુચની ખેતી માટે વાવેતર કર્યું હતું જે આજે મોટા પાયે તરબૂચનું ઉત્પાદન થતા વિશાલા નામના તરબૂચની માંગ વધુ રહેતા ખેડૂતોને ડબલ ભાવ મળતા કોરોના કાળ બાદ ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી રહે છે.

તો ભરૂચ જીલ્લાની ભગોળ માંથી પસાર થતી અને જેના દર્શન માત્ર થી પાપ મુક્ત થવાય છે તેવી પવિત્ર નર્મદા નદીના નીર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે અને તરબૂચની ખેતી કરતા ખેડૂતોના તરબૂચનો પાક સ્વાદમાં મીઠા હોવાના કારણે તરબૂચ સ્વાદ પ્રેમીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે.જેના કારણે તરબૂચનું વેચાણ પણ વધુ પ્રમાણમાં થઈ રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.