ભરૂચમાં જવેલર્સની દુકાનની ફાયરીંગ અને 27 લાખની લૂંટનો ભેદ 48 કલાકમાં ઉકેલાયો

સુરત થી અવધ ટ્રેન માંથી બે ઈસમોને પાંચ મિનીટ ટ્રેન રોકી દબોચી લીધા જયારે અન્ય બે ઈસમોને કાનપુર જતી બસમાંથી દબોચ્યા-ઘોળા દિવસે અંબિકા જવેલર્સમાં ફાયરિંગ વીથ રૂપિયા ૨૭.૪૬ લાખની લૂંટ પ્રકરણમાં ૪૮ કલાકમાં કાકા ભત્રીજા સહીત ૨ મળી ૪ લૂંટારૂઓને પોલીસે ઝબ્બે
મુખ્ય આરોપી ટેક્સટાઈલ એન્જીનીયર આશિષ પાંડે દહેજમાં રહેતો હોય ૫ લાખનું દેવું ઉતારવા યુપી થી મિત્રોને બોલાવી લૂંટને અંજામ આપ્યો હતો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસે પાંચબત્તી અંબિકા જવેલર્સમાં ૨ સોનીઓ પર ફાયરિંગ કરી ૨૭.૪૬ લાખ ૨૭ સોનાની ચેનની કરેલી દિલધડક લૂંટને ૪૮ કલાકમાં ડિટેકટ કરી આરોપીઈઓનું લોકેશન શોધી ને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર રેલ્વેના અધિકારીઓના સહયોગ થી ટ્રેન માં સવાર લૂંટના બે આરોપી જયારે કાનપુર જતી બસ માંથી અન્ય બે આરોપીઓને ઝડપી પાડી સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી નાંખતા પોલીને મોટી સફળતા મળી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના સતત વાહનો અને રાહદારીઓ થી ઘમઘમતા પાંચબત્તી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ચોકી ની સામે આવેલ અંબિકા જવેલર્સની દુકાનની બે દિવસ પહેલા રેકી કર્યા બાદ મુખ્ય આરોપી આશિષ પાંડે મૂળ રહે જોનપુર ઉત્તરપ્રદેશ હાલ પરિવાર સાથે દહેજ રહેતો હતો.તે પરિવાર સાથે જવેલર્સને ત્યાં અવાર નવાર જતો હતો. કોરોનામાં નોકરી છૂટી જવા સાથે દેવું થઈ જતા રૂપિયા૫ લાખના દેવામાં થી બહાર નીકળવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને રેકી કરનારે પાંચબત્તી નજીક ની ટ્રાફિક પોલીસ બપોર ના સમયે જમવા જતી હોવાના કારણે પોલીસ પણ ન હોય
તેવા સમયે લૂંટને અંજામ આપવાનું નક્કી કર્યું હતું ને ૭મી સપ્ટેમ્બરના રોજ ચારેય જણાએ રિવોલ્વર સાથે ફાયરિંગ કરી લૂંટને અંજામ આપ્યો હતો.જેના પગલે પંથક માં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને સમગ્ર ઘટના નો ભેદ ઉકેલવા ભરૂચ પોલીસે ૧૦ જેટલી ટીમો બનાવી લુંટારૂ ટોળકીને ઝડપી પાડવા રાત દિવસ એક કરી ૪૮ કલાક માં સમગ્ર લૂંટ નો ભેદ ઉકેલવા સાથે લુંટારૂઓ ને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર રહેલી ટ્રેન અવધ એક્પ્રેસ જે માત્ર બે મિનિટ ઉભી રહેતી ટ્રેનને રેલ્વેના સાથ સહકાર થી પોલીસે હિમતભેર ટ્રેન માંથી લૂંટના બે આરોપી કાકા ભત્રીજા નામે આશિષ રામદેવ પાંડે અને અજયકુમાર રાકેશકુમાર રામદેવ પાંડે ને ઝડપી પાડ્યા હતા.જ્યારે અન્ય બે સાગરિત સુરજ રાજેન્દ્ર યાદવ પ્રસાદ અને રીન્કુ કિશનલાલ યાદવ ને કાનપુર જતી એસટી બસ માંથી દબોચી લઈ સમગ્ર લૂંટનો ભેદ ઉકેલી નાંખ્યો હતો.
જેમાં લૂંટમાં ગયેલ સોનાની ચેઇનો નંગ ૨૭ આશરે ૫૫ તોલાની કિ.રૂ.૨૭,૪૬,૮૦૦,મોબાઈલ નંગ ૫ કિંમત રૂપિયા ૨૫,૦૦૦,કાંડા ઘડીયાળ કિંમત રૂપિયા ૧૦૦૦ મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા ૨૭,૭૧,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર લૂંટનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો.
ટેક્સટાઈલ એન્જીનીયર આશિશે વતન અને સુરતથી મિત્રો અજય પાંડે,સૂરજ યાદવ અને રિનકુ યાદવને બોલાવ્યા હતા. પંચબત્તી ખાતે ટ્રાફિક ક્યારે ઓછો રહે છે પોઇન્ટ પર પોલીસ રહેતી નથી તે જાણી બપોરે 2 કલાકે લૂંટને અંજામ આપ્યો હતો.જેમાં જવેલર્સ નિખિલ અને મહેશ પર ફાયરિંગ કરી સોનાની ૨૭ ચેન કિંમત રૂપિયા ૨૭.૪૬ લાખની લૂંટ ચલાવી 3 આરોપી બાઈક પર લિક રોડ તરફ જ્યારે એક હવામા ફાયરિંગ કરતા મહમદ પુરા થી દહેજ તરફ નાસી છૂટ્યો હતો અને પ્લાન ધડનાર આશિષ ને પાંચ લાખ નું દેવું હોવાના કારણે યુપી થી અન્ય મિત્રો ને બોલાવી લૂંટનો પ્લાન ધડી લૂંટને અંજામ આપવાનો ધટસ્ફોટ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.
(૧) આશિષ રામદેવ પાંડે રહેવાસી,હાલ રહેવાસી-અક્ષરધામ ફ્લેટ નં- ૩૦૪, કનકપુર,સચીન વિસ્તાર સુરત.મુળ રહેવાસી- જોનપુર તા. ભટેવડા , પોસ્ટ ટીટાનગામ ઉતરપ્રદેશ.
(૨) અજયકુમાર S/o રાકેશકુમાર રામદેવપાંડે મૂળ રહેવાસી -ચીતાવ,પંડીત બસ્તી, પોસ્ટ- ભટેવરા, થાના-પવારતા..મછલીશહર જી.-જોનપુર (ઉત્તરપ્રદેશ) હાલ રહેવાસી સચીન કોલોની સુરત
(૩) સુરજ રાજેન્દ્રપ્રસાદ યાદવ હાલ રહેવાસી- સચિન જી.આઇ.ડી.સી, કોલોની ઝુપડપટ્ટીમાં સુરત. મુળ રહેવાસી- ટીટાયગાંવ, મજલીસરા, જી.જોનપુર, ઉતરપ્રદેશ
(૪) રીંકુ કિશનલાલ યાદવ હાલ રહેવાસી- સચિન જી.આઇ.ડી.સી, કોલોની ઝુપડપટ્ટીમાં સુરત. મુળ રહેવાસી- ટીટાયગાંવ, મજલીસરા, જી.જોનપુર, ઉતરપ્રદેશ.
ભરૂચના પાંચબત્તી વિસ્તારની અંબિકા જવેલર્સમાં થયેલી લૂંટના આરોપીઓને કોસ ઈન્ટ્રોગેશન કરતા જણાય આવેલ કે પકડાયેલ આરોપી પૈકી આરોપી અજય પાન્ડે અગાઉ જોનપુર જીલ્લામાં હથીયારના ગુનામાં પકડાયેલ હોવાની હકિકત જણાયેલ છે તથા આરોપી સુરજ યાદવ તથા રીન્યુ યાદવ જોનપુર (ઉત્તરપ્રદેશ) ના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ તથા નાની મોટી ચોરીમાં પકડાયેલ હોવાની હકિકત જણાયેલ છે.જેની ખાત્રી અંગેની તપાસ તજવીજ ચાલુ છે.
૭મી સપ્ટેમ્બર ના રોજ સતત વાહનો અને રાહદારીઓ થી ધમધમતા વિસ્તાર એવા પાંચબત્તી ની જવેલર્સ ની દુકાન માં લૂંટ ની ઘટનાના લુંટારૂને ઝડપી પાડવા માટે ભરૂચ પોલીસે વિવિધ ૧૦ જેટલી ટીમો બનાવી હતી.જેમાં (૧) પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ઝાલા એલ.સી.બી.(૨) પો.સ.ઈ પી.એસ.બરંડા એલ.સી.બી. (૩) પો.સ.ઈ એ.એસ.ચૌહાણ એલ.સી.બી. (૪) પો.સ.ઈ વાય.જી.ગઢવી (૫) પો.સ.ઈ બી.ડી.વાઘેલા પેરોલ ફર્લો સ્કવોર્ડ (૬) પો.સ.ઈ એસ.વી.ચુડાસમા ઈન્ચાર્જ કમાન્ડ & કંન્ટ્રોલ રૂમ નેત્રમ (૭) પો.સ.ઈ એમ.વી.રાઠવા વાયરલેસ વિભાગ ભરૂચ તથા એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા કમાન્ડ & કંન્ટ્રોલ રૂમના તમામ કર્મચારીઓ દ્વારા ટીમવર્ક થી લુંટારૂ આરોપીઓને ઝડપી પાડવામાં કમરકસી ને દબોચી લેવામાં સફળતા મળી હતી.
![]() |
![]() |
ભરૂચ શહેર ના હાર્દસમા વિસ્તાર અને લોકોની અવરજવર તથા સતત વાહનો થી ધમધમતા વિસ્તારમાં ફાયરિંગ સાથે લૂંટની ઘટના બની હતી જેના પગલે લુંટારૂઓ પોલીસને પડકાર ફેંક્યો હતો તેમ પોલીસે પણ લુંટારૂ ટોળકીએ ઝડપી પાડવા શામ,દામ,દંડ ભેદની નીતિ અપનાવી ભરૂચ જીલ્લાની ૩૦૦ થી હોટલોનું ચેકીંગ કરવા સાથે નેશનલ હાઈવે ઉપર વાહનો ચેકીંગ કરી લુંટારૂઓ ને ઝડપીએ પાડવા માટેના પ્રયાસો કર્યા ને કાનપુર બસ માં જતા બે આરોપીઓ ને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
વિશ્વાસ પ્રોજેકટ યોજના અંતગર્ત ભરૂચ જીલ્લાને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયો છે.જેમાં ૭મી સપ્ટેમ્બરના રોજ પાંચબત્તી ખાતે ની જવેલર્સ ની દુકાન માં થયેલ ફાયરીંગ અને લૂંટની ઘટના માં સર્કલ નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર લૂંટ અને ફાયરીંગની ઘટનાને અંજામ આપનારા લુંટારૂઓ કેદ થયા હોવાના કારણે તેઓની ઓળખ કરવા માટે પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ હતી.જે બાદ આરોપીઓની ઓળખ થતા સમગ્ર ભેદ ઉલેકવામાં સફળતા મળી હતી.જેના પગલે પ્રોજેકટ યોજના અંતગર્ત લગાડેલા કેમેરા આશીર્વાદરૂપ પોલીસ માટે સાબિત થયા હતા.