ભરૂચમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી LCBએ બે આરોપીઓને પકડ્યા
(પ્રતિનિધી) ભરૂચ, પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભરૂચ જીલ્લામાં બનતા ઘરફોડ તથા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે સુચના આપતા એલ.સી.બી ના પી.આઈ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કસક નજીક ગરીબ નવાઝ મસ્જીદ પાસે આવેલ મકાન માં રાત્રીના સમયે ઘરફોડ ચોરી થયેલ જે બાબતે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવા પામેલ.
આ ગુનામાં એલ.સી.બી દ્વારા વિઝીટ કરી પ્રાથમિક રીતે આરોપીનો તાગ મેળવવાના પ્રયત્નો શરૂ કરી પી.એસ.આઈ એ.એસ.ચૌહાણનાઓ એ ટીમ બનાવી ચક્રો ગતીમાન કરેલ અને એલ.સી.બી.ના ટેક્નિકલ વિભાગને પણ તે દિશામાં ગુનો શોધી કાઢવા જરૂરી સુચના કરવામાં આવેલ તે દરમ્યાન એલ.સી.બી ની ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈટેલીજન્સના આધારે બે આરોપીઓ અલ્તાફ ઉર્ફે બોળી બચુભાઇ શેખ રહે.પાણીગેટ એકતાભવનની સામે બાવામાનપુરા વડોદરા શહેર અને ઈલ્યાસ ઉર્ફે ડેમો શબ્બીરખાંન બશીરખાંન પઠાણ રહે.વાઘોડીયાવાડ મોટાબજાર ફુરજા રોડ,ભરૂચને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેઓ ની વધુ પૂછપરછ કરતા તેઓ રાત્રી દરમ્યાન ખુલ્લા ઘરોને નિશાન બનાવી નકુચો ખોલી બીલ્લી પગે ચોરી કરી ફરાર થઈ જતા હતા.પોલીસે તેઓ ની પાસે થી ઘરફોડ ચોરીમાં ગયેલ મોબાઈલ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ તથા અન્ય બે મોબાઈલ જેની ૧૦૦૦ કુલ મુદ્દામાલ ૧૧,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરી ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશન માં સોંપવામાં આવતા વધુ તપાસ હાથધરી છે. ભરૂચ એલ.સી.બી ના હાથે ઝડપાયેલ બંને આરોપીઓ ઈલ્યાસ ઉર્ફે ડેમો પઠાણ અગાઉ પિક પોકેટીંગ તથા મોબાઈલ ચોરીમાં પકડાયેલ છે.તો અલ્તાફ ઉર્ફે બોળી બચુભાઈ શેખ અગાઉ વડોદરા શરીર સંબંધી ગુનામાં પકડાયેલ છે.*