ભરૂચમાં નર્મદા નદીમાંથી ખૂંટા દૂર કરવાની માંગ સાથે માછીમારોનું કલેકટરને આવેદન
ખૂંટા મારવા મુદ્દે ભુતકાર માં મારમારી અને હત્યા સુધીના બનાવો બની ચુક્યા છે : માછીમારો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં વરસાદી માહોલ ધીરે ધીરે જામી રહ્યો છે.ત્યારે નર્મદા નદી માં નવા નીર આવવાની સાથે માછીમારો એ માછીમારી કરવાની હદ અંગે ખૂંટા મારી દેતા અન્ય માછીમારો ની હાલત કફોડી બનતા ભરૂચ ના સમસ્ત માછીમાર સમાજ દ્વારા ખૂંટા દૂર કરવા માટે જીલ્લા કલેકટર ને આવેદન સુપ્રત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા માં દર વરસાદી ઋતુ માં નર્મદા નદી માં ડેમ માંથી પાણી નો પ્રવાહ છોડવામાં આવતો હોય છે અને દરિયાઈ ભરતી માં નર્મદા ભરપૂર જોવા મળતી હોય છે અને નવી માછલીઓ નું ઉત્પન્ન થતી હોય છે.જેના કારણે માછીમારી ની રોજગારી માં વધારો થતો હોય છે.
પંરતુ છેલ્લા ઘણા વર્ષો થી કેટલાક માછીમારી અને અન્ય તત્વો નર્મદા નદી માં ખૂંટા મારી હદ બનાવી માછીમારી કરતા હોય છે.જેનાથી અન્ય માછીમારો ને રોજગારી થી વંચિત રહેવું પડતું હોય છે અને માછીમારો ની બોટો ને પણ નુકશાન થવા પામતું હોય છે.ત્યારે ખૂંટા મારવા મુદ્દે અનેક વાર મારામારી પણ થઈ ચુકી છે અને તેના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદી માં ખૂંટા મારવા માટે પ્રતિબંધિત જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય છે.
પરંતુ તે જાહેરનામા નો અમલ ન થતો હોવાના કારણે તેમજ નર્મદા નદી માં ખૂંટા મારવાનું ન્યુસનસ વધી રહ્યું હોવાના આક્ષેપ સાથે સમસ્ત માછીમાર સમાજ દ્વારા ભરૂચ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી નર્મદા નદી માં મારવામાં આવેલા ખૂંટા ના ફોટા અને વિડીયો સાથે લેખિત રજૂઆત કરી નયાય ની માંગણી કરાઈ છે.