Western Times News

Gujarati News

ભરૂચમાં પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ છતાં ફ્રુડ અનેડ ડ્રગ્સ વિભાગ નિષ્ક્રિય

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં અને ખાસ કરી ગુજરાતમાં બદલાતા વાતાવરણના કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ રહી છે.ત્યારે ભરઉનાળે માવઠા સહિત વાતાવરણમાં બદલાવ આવતા કેરીના પાકને નુકસાન થયું છે અને કેરી ખરી પડવાના કારણે કેરીઓને પાવડરથી પકવી બજારમાં વેચાણ કરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવતા ભરૂચના બજારોમાં વેચાતી કેરીઓ પાવડરથી પકડવામાં આવી હોવાની માહિતી સાથે ચોકાવનારા વિસ્ફોટો પણ થયા છે.

ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ અને લાગતા વળગતા અધિકારીઓ બજારમાં વેચાતી કેરીઓનું ચેકીંગ કરી પાવડરથી પકવેલી કેરીઓનો નાશ કરે તે જરૂરી છે.

ભરૂચ જીલ્લામાં આ વખતે કેરીનું ઉત્પાદન ઓછું થઈ શકે તેવું તજજ્ઞોનું માનવું છે સાથે જ ભરૂચ જીલ્લામાં માવઠા સહિત વારંવાર બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકને પણ અસર થઈ છે અને જે પ્રમાણે કેરીના મોર ખરી પડ્યા છે તેના કારણે કેરીનું ઉત્પાદન પણ ઘટી ગયું છે.તો બદલાતા વાતાવરણના કારણે કેરીઓ પમ ખરી પડી છે.

પરંતુ ખરી પડેલી કેરીઓને પાવડરથી પકવી બજારોમાં મોટા પાયે વેચાણ થતું હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે હજુ પણ કુદરતી રીતે પકવેલી કેરીઓનું વેચાણ કરતા પાવડરથી પકવેલી કેરીઓનું ધૂમ વેચાણ થતું હોવાની માહિતી સાંપડી રહી છે.

ભરૂચના મહંમદપુરા સહિત વિવિધ વિસ્તારોમાં વેચાણ કરતા કેરીના વેપારીઓ કેરીમાં પાવડરની પડીકી ભેરવી કેરીને પકડવામાં આવતી હોવાના ચોંકાવનારા વિસ્ફોટ થયા છે અને કેરીના જથ્થા માંથી પાવડરની કેટલીક પડેકીઓ પણ જાેવા મળી છે. ત્યારે ભરૂચના ખેડૂત હેમેન્દ્ર કોઠીવાલા ભરૂચમાં વેચાતી કેરીઓ પાવડરથી પકવવામાં આવતી હોય છે.

જે કેન્સર જેવા રોગને આમંત્રણ આપતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે ત્યારે ભરૂચ જીલ્લામાં કેરીના સ્વાદ પ્રેમીઓ માટે તાજેતરમાં વેચાતી કેરીઓ સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે તેમ જણાવ્યું હતું. તો બીજી તરફ ખેડૂત તજજ્ઞ ર્નિમલસિંહ યાદવે જણાવ્યું હતું કે તાજેતરમાં બજારમાં વેચાતી કેરીઓ પાવડરથી પકવેલી હોય છે.

જે આરોગવાથી સ્વાસ્થ્યને નુકસાન કારક હોવાનો આક્ષેપ કર્યો છે.સાથે ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓનો પાક હજુ સુધી ખેડૂતોના ખેતરો માંથી ઉતર્યો નથી.પરંતુ આ પાવડરથી પકવેલી કેરીઓ અંગેની મંજૂરી છે કે કેમ તે પણ તપાસનો વિષય બની ગયો હોવાની તેઓએ માહિતી પૂરી પાડી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.