ભરૂચમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્ને નિવૃત્ત અધિકારીનું ઉપવાસ આંદોલન
ભરૂચ: ભરૂચ ના નિવૃત્ત સરકારી કર્મચારી દ્વારા પાલિકા વિસ્તાર ની વિવિધ સમસ્યાઓ ના મુદ્દે આમરણાંત ઉપવાસ નો પ્રારંભ કર્યો છે.
ભરૂચ ના વયસ્ક નાગરિક અને સરકારી વર્ગ ૨ ના નિવૃત્ત અધિકારી બિપીનચંદ્ર જગદીશવાલા એ ભરૂચ નગર પાલિકા વિસ્તાર માં રોડ,સફાઈ,શુદ્ધ પીવાનું પાણી,લાઈટ,ડોર ટુ દોર કચરા કલેક્શન વિગેરે મૂળભૂત પાયા ની સુવિધા સારી રીતે પુરી પાડવામાં ઉણી ઉતરી રહી હોવાની રજૂઆત છેલ્લા ત્રણ માસ થી કરી રહ્યા હતા.
આમ છતાં ભરૂચ નગર પાલિકા દ્વારા કોઈ ઉકેલ નહિ આવતા બિપીનચંદ્ર જગદીશવાલા એ પાંચબત્તી સર્કલ પાસે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક રીતે આમરણાંત ઉપવાસ આંદોલન ની મંજૂરી આપવાની લેખિત માંગણી કરી હતી.જે તંત્ર દ્વારા આપવામાં ન આવી હોવા છતાં તેઓ એ નિર્ધારિત રીતે તેઓ ના ઉપવાસ આંદોલન નો આજ થી પ્રારંભ કર્યો છે.જેમાં તેઓ ને કેટલાક અન્ય લોકો નો પણ સહકાર મળી રહ્યો છે.
નિવૃત્ત સરકારી અધિકારી અને જાગૃત નાગરિક ના ઉપવાસ આંદોલન થી તંત્ર ની કામગીરી માં શું સુધારો થાય છે.તે સત્તાધીશો દ્વારા પ્રાથમિક સુવિધા ના મુદ્દે તેઓની માંગણી નું કઈ રીતે નિવારણ લાવવામાં આવે છે અને લોકો ને કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યુ.