ભરૂચમાં મહંમદપુરા APMC નો વિવાદ વકર્યો

૩૦ જૂન સુધી એપીએમસી બંધ રહેશે તેવા જાહેરનામાને લઈ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ દ્વારા આંદોલનની ચીમકી.
મહંમદપુરા એપીએમસી વડદલા ખાતે ખસેડાય હતી ત્યાં પણ સોશ્યલલ ડીસ્ટન ના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે : અરવિંદસિંહ રણા
ભરૂચ, ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧ જૂનના રોજ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા ની અંદર મહંમદપુરા એપીએમસી ૩૦ જૂન સુધી બંધ રહેશે જેના પગલે વેપારીઓ અને ખેડૂતોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને મહંમદપુરા એપીએમસી શરૂ કરવાની માંગ સાથે મુખ્ય સચિવાલયમાં ફરિયાદની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસ ની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સ જરૂરી હોય જેના પગલે મહંમદપુરા એપીએમસીને વડદલા એપીએમસી ખાતે સ્થળાંતર કરવાનો નિર્ણય કરવામાં આવતા કેટલાક વેપારીઓ વડદલા એપીએમસી માં જવા તૈયાર ન હતા અને કેટલાક વેપારીઓએ મહંમદપુરા એપીએમસી નજીકના કોમ્પલેક્સમાં ભાડાની દુકાનમાં વેપાર શરૂ કરી દીધો હતો જોકે મહંમદપુરા એપીએમસી વડદલા ખાતે ખસેડવાનું રાજકીય ષડયંત્ર હોવાના વેપારીઓ આક્ષેપ કર્યા છે.
ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧ જૂનના રોજ પ્રસિદ્ધ થયેલી નવા જાહેરનામા ની અંદર મહમદપુરા એપીએમસી ૩૦ જૂન સુધી બંધ રહેશે તેવો ઉલ્લેખ કરવામાં આવતા વેપારીઓ અને ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જોકે મહમદપુરા એપીએમસી ઇરાદાપૂર્વક બંધ રાખવામાં આવતી હોવાના આક્ષેપ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદ સિંહ રાણા કરી રહ્યા છે
જોકે મહમદપુરા એપીએમસી વહેલી તકે શરૂ થાય તે માટે અરવિંદસિંહ રણાએ જિલ્લા અધિક કલેક્ટરને મળી મહંમદપુરા એપીએસી શરૂ કરવા રજૂઆત કરી છે. ગુરુવારે લેખિત રજૂઆત બાદ મુખ્ય સચિવાલયમાં ફરિયાદ કરવામાં આવશે અને જે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે તે જાહેરનામું રદ્દ કરવાની માંગણી કરવામાં આવનાર હોવાની રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અરવિંદસિંહ રણાએ ચીમકી ઉચ્ચારી છે અને મહંમદપુરા એપીએમસી શરૂ કરવા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.