ભરૂચમાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વહેલી સવારથી જ મુશળધાર વરસાદને પગલે ભરૂચના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો ભરૂચમાં અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરીને પગલે કાદવ- કીચડના સામ્રાજયથી લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.
છેલ્લા બે દિવસથી મેહુલીયો મન મુકીને વરસી રહયો છે જે આજે પણ વહેલી સવારથી જ મુશળધાર વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિÂસ્થતીનું નીર્માણ થયુ હતું જેના કારણે લોકોની હાલત દયનીય બની હતી. તો વહેલી સવારે પવનની ગતીમાં વધારો થતા ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ રોટકી કલબનું લીમડાનું ઝાડ ધસી મુખ્ય માર્ગ ઉપર પડતા વિજ વાયરો પણ તૂટી જતા વિજ પૂરવઠો ખોરવાઈ જવા સાથે વાહન- વ્યવહારને પણ અસર થવા પામી હતી.
લીમડાનું ઝાડ તૂટી પડતા સ્ટેશન રોડ ઉપરનો વાહન- વ્યવહાર એક તરફનો બંધ કરી અન્ય રૂટ ઉપર ડ્રાઈવટ કરવામાં આવ્ય્ હતો જે હાલ ઝાડને હટાવી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો છે. ર૪ કલાકમાં વરસેલા વરસદાના આંકડા ઃ ભરૂચ ૭૮ મી.મી. અંકલેશ્વર ર૩૯ મી.મી, જંબુસર ૦૬ મી.મી. વાગરા ર૬ મી.મી., આમોદ ર૩ મી.મી., હાંસોટ ૪૪ મી.મી., વાલીયા ૧૮ મી.મી. ઝઘડીયા ૧૦ મી.મી. નેત્રંગ- ૬૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.*