ભરૂચમાં મુસ્લીમ વેપારીઓએ સ્વંયમભુ વેપાર ધંધા બંધ રાખ્યા

ભારત બંધ એલાન ના પગલે : બંબાખાના વિસ્તાર માં કેટલાક લોકોએ રીક્ષા રોકવાનો પ્રયાસ કરતા મીડિયા કવરેજ કરતા બુકાનીધારીઓ ની દાદાગીરી. : ભરૂચ માં શાળા કોલેજો પણ સલામતીના ભાગરૂપે બંધ રહી : ભરૂચ ના સંવેદનશીલ વિસ્તારો માં પોલીસ કાફલો ખડકી દેવાયો. : ભરૂચના અનેક કોમ્પ્લેક્ષો અને માર્કેટ સુમસામ બન્યા.
ભરૂચ: ભારત દેશની વર્તમાન સરકાર દ્વારા સી.એ એ અને એન.આર.સી ના કાયદાને પ્રસાર કરતાની સાથે જ ભારત દેશ માં કાયદા ના વિરોધના ભડકા જોવા મળી રહ્યા છે.. વર્તમાન સરકાર દ્વારા સીએએ અને એન આર સી ના કાયદાને મંજૂરી આપતાની સાથે જ ભારત દેશમાં વિરોધ અને સમર્થન કરવા કેટલીક સંસ્થાઓ મેદાને ઉતરવા પામી છે.પહેલા આ કાયદાનો વિરોધ માં કેટલીક સંસ્થાઓ દ્વારા ધરણા, કેન્ડલલાઈટ,મૌન રેલી,જેવા કાર્યક્રમ આપવામાં આવ્યા હતા જે કાર્યક્રમો હવે ભારત બંધના એલાન સુધી પહોંચ્યો છે.ત્યારે ભરૂચ માં પણ બંધ ના એલાન ને લઈ ભરૂચ નો પશ્ચિમ વિસ્તાર સજ્જડ બંધ રહ્યો હતો.
ભરૂચમાં પણ વિવિધ સંસ્થા દ્વારા ભરૂચ બંધનું એલાન રાખવામાં આવ્યું હતું જેને લઈ ભરૂચ શહેરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે.ત્યારે સવાર થી જ ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં સી.એ.એ અને એન.આર.સી ના મુદ્દે ભારત બંધ ના એલાન ને સફળ બનાવવા માટે વેપારીઓ એ પોતાના ધંધા વેપાર બંધ રાખ્યા હતા.તો ભરૂચ ના જ કેટલાક વિસ્તારો માં બુકાનીધારીઓ એ મીડિયા કવરેજ કરતા કેટલાક કર્મીઓ ને દબડાવવાનો પ્રયાસ કર્યો હતો.જેના વિડિઓ એ સોશ્યલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી.
ભરૂચ ની વાત કરીએ તો ભરૂચના એપીએમસી બજાર,મહંમદપુરા,કતોપર બજાર,જંબુસર બાયપાસ તથા ભરૂચ ના પાંચબત્તી,એમજી રોડ તથા સ્ટેશન રોડ સહીત ની કેટલીક દુકાનો પણ બંધ ના એલાન માં જોડાઈ હતી અને વિવિધ વિસ્તાર ના વેપારીઓ જડબેસલાક બંધ રહ્યા હતા.જ્યારે ભરૂચ ના જાડેશ્વર વિસ્તાર શક્તિનાથ વિસ્તાર,શ્રવણ ચોકડીનો વિસ્તાર સ્ટેશન વિસ્તારો માં બંધની આંશિક અસર જોવા મળી હતી.
જો કે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ ના સુપર માર્કેટ સહિત ના બજારો પણ બંધ રહ્યા હતા.તો કેટલીક શાળા કોલેજો પણ વિદ્યાર્થીઓ ની સલામતી ને લઈ એક દિવસ જાહેર રજા કરી શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી.તો ભરૂચ ના મક્તમપુર વિસ્તાર સહીત કેટલીક શાળાઓ ઉપર બોર્ડ લગાડવામાં આવ્યા હતા કે ભારત બંધ નીઅંદર કોઈ અઘટિત બનાવ ન બને તેને ધ્યાને લઈ શાળા ના બાળકો ની સલામતી ને લીધે શાળા માં રજા જાહેર કરી હોવાના પાટિયા શાળા ની બહાર ગેટ ઉપર લટકતા જોવા મળ્યા હતા.
બંધના એલાન માં રીક્ષા એસોસિએશન જોડાતા મુસાફરો અટવાયા: ભારત બંધ ના એલાન ને સફળ બનાવવા માટે કેટલાક વેપારી મંડળો પણ જોડાયા હતા ત્યારે ભરૂચ માં રીક્ષા એસોસિએશન પણ જોડાતા રીક્ષાઓ ના પૈંડા થંભી જતા મુસાફરો ને ભારે હાલાકી ભોગવવી પડી હતી.તો કેટલાક વિસ્તારો માં બુકાનીધારીઓ એ રીક્ષા ચાલકો ને ધમકાવાનો પણ પ્રયાસ કરી રહ્યા હોવાનું કવરેજ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યુ હતુ વખતે બુકાનીધારીઓએ મીડિયાકર્મી ને દબડાવવાનો પ્રયાસ કર્યો હતો.જેનો વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો.તો વડિઓ ના આધારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાને લઈ પોલીસ કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
ભરૂચ ના પૂર્વ પટ્ટી વિસ્તાર માં વેપાર બજાર ધમધમતુ રહ્યુ.: સી.એ.એ અને એન.આર.સી ના મુદ્દે ભારત બંધ નું એલાન જાહેર કરાયુ છે જેને લઈ સી.એ.એ અને એન.આર.સી નો વિરોધ કરનારા મુસ્લિમ સમુદાયોએ પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા.પરંતુ ભરૂચ ના પૂર્વ પટ્ટી વિસ્તાર ના સ્ટેશન થી ઝાડેશ્વર ચોકડી સુધી ના વેપારો ધમધમતા રહ્યા હતા અને આ વિસ્તારો માં બંધ ના એલાન ની કોઈપણ અસર જોવા મળી ન હતી.
બંધ ના એલાન ને લઈ સ્કૂલવાન અને ઓટો ચાલકો ન આવતા વાલીઓએ મૂંઝવણ અનુભવી હતી: ભારત બંધ ના એલાન ને લઈ કેટલીક શાળા અને કોલેજો માં રજા ન રાખવામાં આવતા શાળા એ જતા વિદ્યાર્થીઓ ને વાહનો લેવા ન આવતા કેટલાક વિદ્યાર્થીઓ ના વાલીઓ પણ મૂંઝવણ માં મુકાઈ ગયા હતા અને વાલીઓ પણ પોતાના વાહન મારફતે પોતાના વાહનો મારફતે વિદ્યાર્થીઓ ને શાળા અને કોલેજ ખાતે મુકવા જવા માટે મજબુર બન્યા હતા.