ભરૂચમાં મેઘરાજાની સ્થાપના કોરોનાની મહામારીમાં મેઘરાજા સાથે બાળકોને નહિ ભેટાટાળી શકાય : આયોજકો
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા તેમના પરંપરાગત તહેવાર મેઘરાજા ઉત્સવની ઉજવણીનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થશે.શ્રાવણ વદ સાતમ થી દશમ સુધી ચાલનારા મેઘરાજા ઉત્સવમાં ભોઈ, ખારવા તેમજ વાલ્મિકી જ્ઞાતિના લોકો દ્વારા કાઢવામાં આવતી છડી ઝુલાવવાનું આકર્ષણનું કેન્દ્ર બને છે.ત્યારે ભોઈ સમાજ દ્વારા મેઘરાજા ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવી છે અને ભોઈ સમાજ દ્વારા કોરોના નું સંક્રમણ વધે નહિ તે માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે.તો બીજી બાજુ તાજેતરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં મેઘમેળો યોજાશે કે નહીં તે વાતને લઈ ભરૂચવાસીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.
ભરૂચ ના ભોઈવાડ વિસ્તાર માં છેલ્લા અઢીસો કરતા પણ વધુ વર્ષો થી ભોઈજ્ઞાતિ ના શ્રદ્ધાળુ યુવાનો દ્વારા પાવન નર્મદા મૈયા ની માટી માંથી મેઘરાજા ની પ્રતિમા કંડારી દિવાસાના દિવસે તેનું સ્થાપન કરી પૂજન અર્ચન કરે છે અને સમાંયન્તરે નિયત તિથિ એ મેઘરાજા ના સાજ શણગાર કરવામાં આવે છે.
મેઘરાજાની માટીની પ્રતિમા શિલ્પકળાના બેનમુન સુંદર નમુના રૂપ અજોડ છે. આશરે સાડાપાંચ ફુટ ઉંચી અને ચાર થી ત્રણ ફુટની પહોળાઇથી માનવ આકતિમાં મૂર્તિને બે પગની પલાઠી બનાવી બંન્ને હાથ પગના ઘુંટણ પર મુકી ધ્યાનસ્થ સ્થિતિમાં બનાવવામાં આવે છે. મેઘરાજાની પ્રતિમાંની વિશેષતા છે કે દરેક વર્ષે અલગ અલગ શિલ્પકારો દ્વારા મેઘરાજાની પ્રતિમાં તૈયાર કરાતી હોવા છતાં તેની મુખાકતિમાં કોઇ ફરક આવતો નથી તે તેનુ મહત્વ છે.
ભરૂચ જિલ્લામાં હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે દિવસે-દિવસે નાની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.ત્યારે આ વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી વધી રહ્યો હોવાના કારણે ધાર્મિક તહેવારો પર પણ રોક લાગી ગઈ છે.ત્યારે મેઘરાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી છે.કોરોના વાયરસની મહામારીમાં મેઘમેળો યોજાશે કે નહીં તે વાતને લઈ ભરૂચવાસીઓ પણ મૂંઝવણ અનુભવી રહ્યા છે.