ભરૂચમાં મોબાઈલ ચોર મહિલાઓ ટોળકી સક્રિય
પીવાનું પાણી માંગી મોબાઈલની ઉઠાંતરીની ઘટના સીસીટીવીમાં કેદ : ચિત્રકૂટ સોસાયટી અને ધોળીકૂઈ બજારના મકાન માંથી મોબાઈલની ચોરી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ માં મોબાઈલ ચોર મહિલા ટોળકી સક્રિય થઈ છે.ઝાડેશ્વર વિસ્તાર માં આવેલ સોસાયટી માં ભીખ માંગવાના બહાને પ્રવેશી ઘર માંથી મોબાઈલની ઉઠાંતરી કરી જતી હોવાની બૂમ ઉઠવા પામી છે.તો બીજી બાજુ ભરૂચ ના ધોળીકૂઈ બજાર માં એક ઘર માં રહેતા વ્યક્તિ પાસે પીવાનું પાણી માંગી તેઓ પાણી લેવા જતા ચાર્જિંગ માં રહેલો મોબાઈલ ની ઉઠાંતરી કરતી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.ત્યારે ભરૂચમાં મોબાઈલની ઉઠાંતરી કરતી મહિલા ટોળકી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે.
ભરૂચ માં ઝાડેશ્વર રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટી માં ભિક્ષુક મહિલા ભીખ માંગવાના બહાને સોસાયટી માં પ્રવેશી હતી.તે દરમ્યાન એક મકાન માં મોબાઈલ ની ચોરી થઈ હોય તેવી ફરીયાદ ઉઠી હતી.ત્યારે ભરૂચ ના ધોળીકૂઈ બજાર વિસ્તાર માં બે મહિલાઓ ઓ એક ઘર માં રહેતા વ્યક્તિ પાસે પીવાનું પાણી માંગી તેઓ એકલતાનો લાભ લઈ તેઓ પાણી લેવા જતા ચાર્જિંગ માં રહેલો મોબાઈલ ની ઉઠાંતરી કરી હતી.
ઘર માં લગાવેલા સીસીટીવી કેમેરા માં આ સમગ્ર ઘટના કેદ થઈ જતા આવી મહિલા ટોળકી ને પકડવા માટે સીસીટીવી ફૂટેજ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી લોકો ને સાવચેત કરાયા હતા.જો કે ધોળીકૂઈ માં મોબાઈલ ચોરી કરતી આવી મહિલા ટોળકી સામે સીસીટીવી ફૂટેજ ના આધારે એ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ટોકળી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.