ભરૂચમાં રસ્તા બાબતે જુઠાણું ફેલાવતા કોંગ્રેસ ખાડા મહોત્સવ ઉજવશે

રાજ્યના કેબિનેટ મંત્રી અને ભરૂચ પ્રભારી પૂર્ણેશ મોદીએ શહેર અને જીલ્લામાં ૮૦ ટકા રસ્તાઓનું પેચવર્ક કામ પૂર્ણ થયા હોવાનું જુઠાણું
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેરમાં જન આશીર્વાદ યાત્રા લઈને આવેલા રાજ્યના કેબિનેટ મંત્રી અને ભરૂચ પ્રભારી પૂર્ણેશ મોદીએ શહેર અને જીલ્લામાં ૮૦ ટકા રસ્તાઓનું પેચવર્ક કામ પૂર્ણ થયા હોવાનું જુઠાણું ચલાવતા ભરૂચ કોંગ્રેસ અને વિપક્ષ આક્રમક મૂડ માં આવી આગામી દિવસો માં ખાડા મહોત્સવ થકી વિરોધ કરવામાં આવશે.
ભરૂચ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં શહેર પ્રમુખ વિક્કી સોખી,પાલિકા વિપક્ષ નેતા શમસાદઅલી સૈયદ,દંડક હેમેન્દ્ર કોઠીવાલા,સભ્ય સલીમ અમદાવાદી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.તેઓના જણાવ્યા પ્રમાણે દેશ ને ખાડામાં નાખવાનું કામ પ્રધાનમંત્રી મોદીજી કરી રહ્યા છે.
કોંગ્રેસ ના ૭૦ વર્ષ માં બનેલ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે અને ઉપર થી કહી રહ્યા છે કે કોંગ્રેસે કશું કર્યું જ નથી ત્યાં પ્રધાનમંત્રી મોદીજી ના જુઠાણાં અંગે અનેક મીડિયા એ ઉજાગર કર્યા છે વાતે વાતે જુઠાણું ફેલાવનાર મોદી જી ના રસ્તા પર હવે ગુજરાત ના નેતાઓ પણ હવે જુઠાણું ફેલાવી રહ્યા છે.
ભરૂચમાં જન આશીર્વાદ યાત્રા લઈને આવેલા રાજ્યના કેબિનેટ મંત્રી અને ભરૂચ પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી પત્રકારો સમક્ષ સદંતર જૂઠું બોલ્યા હતા.તેમણે કહ્યું હતું કે શહેર અને જીલ્લામાં ૬૦૦ જેટલી રોડ ખરાબ હોવાની ફરિયાદો મળી હતી જેમાંથી ૮૦ ટકા રોડનું પેચિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
માત્ર ૨૦ ટકા જ કામ બાકી છે અને તેમ કહી ભરૂચ શહેર જીલ્લાના લોકોને જૂઠું બોલી છેતરવાનો પ્રયાસ કર્યો હતો.કેબિનેટ મંત્રી મોદી ખુલ્લે આમ જુઠાણું ફેલાવી રહ્યા છે.પણ તેઓ ભૂલી ગયા છે કે ભરૂચ શહેર જીલ્લાની જનતા તેમના જુઠાણાં ને ઓળખી ગઈ છે.હર હંમેશ જુઠા જુઠા વચનો અને ખોટા વાયદાઓ કરનાર ભાજપ ના સત્તાધીશો ફરી શહેર જિલ્લાની પ્રજા ને છેતરવા નીકળ્યા છે.
ભરૂચ જીલ્લાના વહીવટ તંત્ર જીલ્લા પંચાયત, જી.એસ.આર.ડી.સી, આર એન્ડ બી તેમજ નગરપાલિકા તંત્રની હદમાં આવતા ભરૂચ શહેરના વોર્ડ નં. ૧ થી લઈ ૧૧ વોર્ડમાં ખાડા પડેલ તમામ આંતરિક રસ્તાઓનું ૧૦૦ ટકા પેચ વર્ક કામ બાકી છે તેમજ ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓનું પણ ૮૦ ટકા પેચવર્ક કામ બાકી છે.
ભરૂચ શહેરને જાેડતા વિવિધ તાલુકાના મુખ્ય રસ્તાઓનું પેચ વર્ક કામ શરૂ થયું નથી.ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આગામી દિવસમાં ખાડા વાળા રસ્તા પર ‘ખાડા મહોત્સવ’ કાર્યક્રમ કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું.