ભરૂચમાં વકરતા કોરોનાને લઈ ૨૦૦ બેડની હોસ્પીટલ ઉભી કરવા કલેકટરને રજૂઆત
કલેકટર ને સુપ્રત કેરેલા આવેદનમાં ગરીબ અને મધ્યમવર્ગ ના કોરોના દર્દીઓ સારવાર માટે ભટકી રહ્યા હોવાના આક્ષેપ.
ભરૂચ: ભરૂચ જીલ્લા માં સતત કોરોનાનો કહેર વધી રહ્યો છે.ત્યારે ભરૂચની કોવિદ હોસ્પીટલો પણ હવે દર્દીઓ થી હાઉસફુલ થઈ રહી છે.જેના કારણે રોજેરોજ ના વધી રહેલા કોરોના દર્દીઓ સારવાર માટે ભટકી રહ્યા છે.જેના પગલે ભરૂચ માં વધુ ૨૦૦ બેડ ની કોવિદ હોસ્પીટલ અને કોરોના ટેસ્ટીંગ માટે અદ્યતન લેબ સેન્ટર ઉભી કરવાની માંગણી સાથે ભરૂચ જીલ્લા કલેકટરને સામાજીક કાર્યકરો દ્વારા આવેદન પત્ર સુપ્રત કરી ન્યાય ની માંગણી કરાવામાં આવી હતી.
કોરોનાનો કહેર સતત ભરૂચ જીલ્લા માં વકરી રહ્યો છે અને તેને નાથવા માટે હવે તંત્ર એ કડક પગલાં ભરવાની જરૂર છે.
ત્યારે ભરૂચ જીલ્લા માં 14 જુલાઈ ના રોજ 32 પોઝીટીવ દર્દીઓ નોંધાયા હતા.જેમાં કેટલાક દર્દીઓને સારવાર લેવા માટે ભટકવાનો વારો આવ્યો હતો અને ભરૂચમાં સારવાર થી વંચિત લોકોએ પોતાના ઘર માં સારવાર કરવી પડતી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભરૂચ ના સામાજીક કાર્યકર અબ્દુલભાઈ કામઠી દ્વારા ભરૂચ જીલ્લા માં વધુ ૨૦૦ બેડ ની કોવિદ હોસ્પીટલ અને કોરોના ટેસ્ટિંગ માટે અદ્યતન લેબ સેન્ટર ઉભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.કારણ કે ૧૩મી જુલાઈ ના રોજ બે વ્યક્તિઓ ને શંકાસ્પદ મોત નિપજ્યા હતા.
જેમાં ગતરોજ કોરોના પોઝીટીવની ૩૨ લોકો જાહેર થયેલી યાદીમાં ક્રમાંક નંબર ૮ ઉપર નિરંજન શંકર ચાવડા તથા ક્રમાંક નંબર ૧૪ રવીન્દ્રભાઈ રણછોડભાઈ પરમાર જે બંનેના મૃત્યુના અંતિમ સંસ્કાર બાદ કોરોના પોઝીટીવ યાદી માં નામો સામે આવતા ભરૂચમાં સમયસર લોકોના કોરોના ટેસ્ટ થાય અને સારવાર મળે તેના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરવામાં આવે તે માટે અદ્યતન લેબ ઉભી કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે.ત્યારે ભરૂચ જીલ્લા માં શંકાસ્પદ મૃત્યુ પામતા મૃતદેહોને તેના પરિવારજનોને સોંપી દેતા કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
ત્યારે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર કોઈપણ શંકાસ્પદ મોત થાય તો તે મૃતદેહને સંપૂર્ણ પીપીઈ કીટ સાથે અંતિમ સંસ્કાર અર્થે મોકલવામાં આવે તે જરૂરી છે.જેથી કરી મૃતકના પરિવારજનો કોરોના સંક્રમિતનો ભોગ ન બને અને કોરોનાને વધુ ફેલાતો અટકાવી શકાય.ત્યારે હવે ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર એ કોરોનાને નાથવા કડકાઈ ભર્યું વલણ અપનાવવાની જરૂર જણાઈ રહી છે.
એએચપીના સેજલ દેસાઈએ ભરૂચતંત્ર ઉપર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લા વહીવટી તંત્રએ ભરૂચ માં બજારો ૪ વાગ્યા બાદ બંધ કરી દેવા તેવું જાહેરનામા નો અમલ થાય છે ખરો?જો કે ભરૂચ ના બજારો અને માર્ગો લોકો થી ધમધમતા રહેતા હોવાના આક્ષેપ કરવા સાથે તંત્ર અને પોલીસ ને પણ કોરોનાનો ભય સતાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.જેથી તંત્રએ જાહેરનામાનો કડકાઈ થી અમલ કરાવાની જરૂર છે.ત્યારે તંત્ર પણ કડકાઈ થી પાલન કરાવે તે આવશ્યક છે.
બીજ બાજુ ભરૂચ ના અયોધ્યા નગર સોસાયટી માં રહેતા નિરંજન ચાવડાનું શંકાસ્પદ મોત થયું હતું અને તેના અંતિમ સંસ્કાર તેઓના પરિવારજનો એ દશાશ્વમેઘ ઘાટ ના શાંતિવન સ્મશાન ગૃહમાં મૃતદેહનો મૃતકને ઘી લગાવી અગ્નિદાહ આપી અંતિમક્રિયા પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી.જે બાદ તે મૃતક નું નામ ૧૪મી જુલાઈના રોજ કોરોના પોઝીટીવની યાદી માં નામ જાહેર થયું હતું.ત્યારે હવે મૃતકની અંતિમક્રિયા બાદ રીપોર્ટ પોઝીટીવ આવતા પરિવારજનો માં કેટલા લોકો સંક્રમિત થયા હશે અને કોરોના નું સંક્રમણ કેટલું ફેલાયું હશે તે એક ચર્ચા નો વિષય બની ગયો છે.
ભરૂચ ની સિવિલ હોસ્પીટલ માં દશાન ગામના રવીન્દ્રભાઈ પરમારને પણ સમયસર સારવાર ન મરવાના કારણે મૃત્યુ થયું હોવાના દીકરી દ્વારા આક્ષેપ કર્યા હતા.ત્યાર બાદ દીકરીએ મૃતક પિતાને પકડીને રડી પિતાને ગુમાવ્યા હોવાનું દુઃખ વ્યકત કરી રહી હતી.ત્યારે તે મૃતક પિતાનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.જોકે મૃતક ની માતાને પણ કોરોના પોઝીટીવ આવ્યો ત્યારે આ મૃત્યુ પામનાર દીકરાનો કોરોના ટેસ્ટ તંત્ર દ્વારા સમયસર કરાયો હોત અને સારવાર મળી હોત તો આજે દીકરીએ પોતાના પિતાને ગુમાવ્યા ન હોત.ત્યારે તંત્ર એ આવી બનતી ઘટના ના પગલે હજુ પણ જાગૃત થવા ની જરૂર છે.જેથી શંકાસ્પદ મૃત્યુ પામતા લોકો ના પરિવારજનો કોરોના ના સંક્રમણ નો ભોગ ન બને.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જીલ્લા માં લોકડાઉનના ૪૫ દિવસના સમયગાળા માં માત્ર ૩૨ કોરોના દર્દીઓ નોંધાયા હતા.ત્યાર બાદ તંત્ર દ્વારા છૂટછાટ આપવામાં આવતા ભરૂચ જીલ્લો પુનઃ ધમધમતો થતા કોરોનાનું સંક્રમણ આક્રમક રીતે વધ્યું હોય તેમ રોજે રોજ ના ૨૫ થી વધુ કોરોનાપોઝીટીવના દર્દીઓ નોંધાઈ રહ્યા છે.ત્યારે હવે ખરેખર ભરૂચ જીલ્લા વહીવટી તંત્રએ કોરોનાના વધતા જતા સંક્રમણ ને અટકવાની જરૂર જણાઈ રહી છે.