ભરૂચમાં વધતી જતી મોંઘવારી મુદ્દે કોંગ્રેસ મહિલા મોરચાએ વિરોધ પ્રદર્શન નોંધાવ્યો
પાંચબત્તી સર્કલ નજીક મહિલાઓએ તેલના ડબ્બા અને સૂત્રોચાર વાળા બોર્ડ સાથે વિરોધ નોંધાવ્યો.
(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સમગ્ર ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે પણ વધતી જતી મોંઘવારી મુદ્દે ભરૂચ જીલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના હાર્ડસમા પાંચબત્તી સર્કલ સ્થિત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેમાં મહિલાઓએ મોદી સરકાર સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી મોંઘવારી દૂર કરવાની માંગ ઉઠાવી હતી.
સમગ્ર વિશ્વમાં કોરોના જેવી ભયંકર મહામારીએ પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની રહી છે અને તેમાંય ખાસ કરીને વધતી જતી મોંઘવારીના કારણે લોકોની હાલત દયનીય બની રહી છે.ભરૂચમાં કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન તડવી ની આગેવાનીમાં પાંચબત્તી સ્થિત મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.
જેમાં કોંગ્રેસ સમિતિની મહિલાઓ એ તેલના ડબ્બા અને હાથમાં સૂત્રોચાર વાળા બોર્ડ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર દ્વારા મોંઘવારી ઘટાડવાની માંગ કરી હતી.જોકે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.