ભરૂચમાં વાહન ચાલકો માટે ઈ-મેમોની શરૂઆત
૩૫૮ સીસીટીવી અને એએનપીઆર કેમેરાથી હવે ટ્રાફિકનો ભંગ કરનાર ચાલકના ઘરે ઈ-મેમો પોસ્ટ દ્વારા પહોંચશે કોરોના ની મહામારી માં ઈ-મેમો ની શરૂઆત થી વાહન ચાલકોમાં રોષ.
ભરૂચ: એક તરફ ભરૂચવાસીઓને કોરોનાનો ભય સતાવી રહ્યો છે તો બીજી તરફ ભરૂચ પોલીસ દ્વારા ઈ-મેમો નો નિર્ણય ડરાવી રહ્યો છે.ત્યારે ટ્રાફિક નિયમો ના ભંગ બદલ ઈ – મેમોની શરૂઆત કરવામાં આવી છે.જે માટે તંત્ર દ્વારા ૩૫૮ સીસીટીવી અને એએનપીઆર કેમેરા વિવિધ સ્થળે લગાડવામાં આવ્યા છે.જેનો અમલ થતા ટ્રાફિકનો ભંગ કરનાર ચાલકના ઘરે ઈ-મેમો પોસ્ટ દ્વારા પહોંચશે તેવા નિણર્ય થી વાહન ચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ સૌ પ્રથમ ભરૂચમાં વાહન પાર્કિંગ સ્ટેન્ડ,સારા માર્ગ ની સુવિધા પૂરી પાડ્યા બાદ ટ્રાફિકો ના નિયમો નું પાલન કરાવે તેવી પણ ચાલકો માંગ ઉઠવા રહ્યા છે. વિશ્વાસ પ્રોજેક્ટ અંતગર્ત ભરૂચ શહેર ના વિવિધ વિસ્તારો માં એક વર્ષ થી સીસીટીવી તથા એએનપીઆર કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી હતી. પૂર્ણ થતા ૧૬ મી જુન થી ટ્રાફિકોના કાયદાનું પાલન ન કરનાર વાહન ચાલકો ના ઘરે ઈ-મેમો પહોંચાડવામાં આવશે તેવી ભરૂચ જીલ્લા પોલીસ ની પ્રેસનોટ બહાર પાડ્યા બાદ તેની શરૂઆત થતા જ વાહન ચાલકો ને કોરોના ડર કરતા ઈ-મેમો નો ડર સતાવી રહ્યો છે.
પોલીસ દ્વારા ૧૪ મુદ્દા ના ટ્રાફિક ભંગ કરનારાઓ ને ઈ-મેમો પહોંચાડવામાં આવશે.જેમાં (૧) વગર હેલ્મેટ વાહન ચલાવવુ નહી (ર) મોટર સાયકલ પર ત્રણ સવારી કરવી નહી (૩) સીટ બેલ્ટ બંધી ગાડી ચલાવવી (૪) સ્પીડ માં ડ્રાઈવીંગ કરવુ નહી (૫) ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરવી નહી (6) વધુ ગતિ એ વાહન ચલાવવું નહિ (૭) આર.ટી.ઓ માન્ય HSRP નંબર પ્લેટ લગાવવી (૮) નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવુ નહીં (૯) ઓટો રીક્ષા ડ્રાઈવર સીટ ઉપર મુસાફરી કરવી નહીં (૧૦) ફોર વ્હીલ વાહન માં બ્લેક ફિલ્મ લગાવવી નહી (૧૧) ટ્રાફીક સિગ્નલ નો ભંગ કરવો નહી (૧ર) ઝીબા કોસીંગ/સ્ટોપ લાઈનનુ પાલન કરવુ (૧૩) રોંગ સાઈડ વાહન ચલાવવુ નહી (૧૪) વન-વે નો ભંગ કરવો નહીં જેવા ટ્રાફિકો ના નિયમો નો ભંગ કરનાર વાહન ચાલક કેમેરા માં કેદ થશે તો વાહન ચાલક ના ફોટા સાથે ઈ-મેમો ઘરે પહોંચાડી દંડ વસુલવામાં આવનાર છે.
જેનો પોલીસ હેડક્વાટર્સ ખાતે ઉભો કરાયેલ નેત્રમ (કમાન્ડ કંટ્રોલ સેન્ટર) ખાતે તમામ કેમેરાઓ નું રેકોર્ડિંગ કરવામાં આવે છે. ભરૂચ હેડ ક્વાટર્સ ડીવાયએસપી જે એસ નાયકે ઈ-મેમો ચલણ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ત્રણ શિફ્ટ માં ૩૨ કર્મીઓ નો સ્ટાફ ફરજ બજાવી હ્યો છે.જેમાં શિફ્ટ પ્રમાણે એક એએસઆઈ ઈન્ચાર્જ તરીકે હાજર રહેશે.ઝીબ્રા ક્રોસિંગ ની કામગીરી ચાલુ હોય જેથી હાલ પુરતો હેલ્મેટ અને ઝીબ્રા ક્રોસિંગના નિયમ માં રાહત આપવામાં આવી છે.પંરતુ વાહન ચાલકો ટ્રાફિકનો ભંગ કરશે તેવા વાહન ચાલકોને ઈ-મેમો ચલણ પોસ્ટ મારફતે પહોંચાડવામાં આવશે અને નક્કી કરાયેલા જંબુસર ટાઉન,અંકલેશ્વર સીટી,ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક અને કમાન્ડ કંટ્રોલ રૂમ ખાતે દંડ ની રકમ વસુલવામાં આવશે.
તો બીજી બાજુ આજ થી શરૂ થયેલા ટ્રાફિક ના નિયમો નો ભંગ કરનાર વાહન ચાલકો ને ઈ-મેમો ઘરે આવશે તેવા નિર્ણય સામે વાહન ચાલકો માં રોષ જોવા મળી રહ્યો છે અને રોષ ઠાલવતા જણાવ્યું હતું કે ભરૂચ માં સારા માર્ગો,લાઈટ ની સુવિધા કે પાર્કિંગની સુવિધા નથી અને તે પહેલા કરવામાં આવે તો વાહન ચાલકો ઈ-મેમો નો દંડ ભરવા તૈયાર છે.
હાલ કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે.લોકડાઉન બાદ અનલોક -૧ માં વેપાર ધંધા શરૂ થતા રીક્ષાચાલકોએ સોશ્યલ ડીસન્ટન્સ જાળવી ધંધો શરૂ કર્યો છે.ત્યારે પોલીસ ઈ-મેમો ચલણનો દંડ ૫૦૦ રૂપિયા કરે તો રીક્ષાચાલક પોતાના પરિવાર નું ગુજરાન કેવી રીતે ચલાવે.જેથી હાલ માં ઈ-મેમોનો નિર્ણય યોગ્ય નથી.પહેલા વાહન ચાલકોને સુવિધા મળે ત્યાર બાદ ઈ-મેમો નું ચલણ આપવામાં આવે તેવી માંગ પણ રીક્ષાચાલકો કરી રહ્યા છે.
ઈ – મેમો ના અમલ થી કોરોનાના કારણે હાલ માં રોજીરોટી માટે સંઘર્ષ કરી રહેલા અને પેટ્રોલ ડીઝલ ના ભાવવધારા થી ત્રસ્ત થઈ ગયેલ ભરૂચવાસીઓ પર દંડનો બેવડો કોરડો વિઝાતા આક્રોશ જોવા મળી રહ્યો છે.ત્યારે ઈ – મેમો ચલણની શરૂઆત થતા વાહન ચાલકોની પ્રતિક્રિયાને તંત્ર દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.